________________
૪૭
ગ્રંથકારશ્રી વિનયવિજયજી શાહ સભામાંહે વાદ કરીને, જિનમત થીરતા થાપી છે; બહુ આદર જસ શાહે દધે, બિરૂદ સવાઈ આપીજી. ૪ શ્રી વિજયસેનસૂરિ તસ પટધર, ઉદયા બહુ ગુણવંતા છે; જાસ નામ દશદિશિ છે ચાવું, જે મહિમાએ મહંતા જી. ૫ શ્રી વિજયપ્રભ તસ પટધારી, સૂરિ પ્રતાપે છાજે જી; એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજ્ય છે. ૬. સૂરિ હરિગુરુની કીરતી, કીતિવિજય ઉવઝાયા છે; શિષ્યતાસ શ્રી વિનયવિજય વર, વાચક સુગુણ સોહાયા જી.૭ વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત હાજી; સોભાગી ગીતારથ સારથ, સંગત સખર સનેહા જી. સંવત સતર અડત્રીશ વરશે, રહી રાંદેર માસે છે; સંઘતણું આગ્રહથી માંડ્યો, રાસ અધિક ઉલ્લાસે છે. ૯ સાર્ધસપ્તશત ગાથા વિરચી, પહોતા તે સુરલોકે છે; તેના ગુણ ગાવે છે ગેરી, મિલી મિલી કે શેકે છે. ૧૦ તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયા છે; શ્રીયવિજયવિબુધપયસેવક,સુજસવજય ઉવક્ઝાયાજી. ૧૧ ભાગ થાકતો પૂરણ કીધે, તાસ વચન સંકેતે જી; તેણે વળી સમકિતદષ્ટિ જે નર, તેહ તણે હિતeતે જી. ૧૨ જે ભાવે એ ભણશે ગુણશે, તસ ઘર મંગળમાળા જી; બંધુર સિંધુર સુંદર મંદિર, મણિમય ઝાકઝમાળ. ૧૩ દેહ સબળ સસનેહ પરિચછદ, રંગ અભંગ રસાળા જી; અનુક્રમે તેહ મહદય પદવી, લહેશે જ્ઞાન વિશાળજી. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org