________________
ધર્મ ભાવના
૨૧ શ્રાવકના ગુણને સમજવા માટે “ધર્મરત્ન ગ્રંથ” પણ એટલો જ સુંદર છે અને એની કથાઓ પણ હદયંગમ છે. તે મુદ્રિત હાઈ સુલભ્ય છે. આ અતિ આવશ્યક વિભાગ પરથી આગળ ચાલીએ.
૨૪. ૨. લોકોત્તર ધર્મના બે પ્રકાર છેઃ શ્રત ધર્મ અને ચારિત્રધર્મ. દશવૈકાલિક સૂત્રની ટીકામાં આ. શ્રી હરિભદ્રસૂરિજી ધર્મના આવા બે પ્રકાર પાડીને કહે છે કે દ્વાદશાંગી–મૂળ આગમ એ શ્રુતધર્મ છે. સ્વાધ્યાય વાચના વિગેરે તત્વચિતવના કરવી એ ધર્મનું કારણ હોવાથી એ પ્રથમ લોકોત્તર ધર્મ છે અને બીજો પ્રકાર ચારિત્રધર્મ છે. કર્મક્ષય માટે જે આચરણ કરવું તે ચારિત્રધર્મ. (પૃષ્ઠ ૨૪–૫. છાપેલ પુસ્તક) એ શ્રમણધર્મ છે. શ્રમણ ન હોય તેને પણ સમજવા ગ્ય તેમજ આચરવા રોગ્ય છે. એના પર વિવેચન સંવર ભાવના(આઠમું પ્રકરણ)ના પૂર્વપરિચયમાં પૃ. ૩૯ પર કર્યું છે. અત્ર તેનાં નામે બતાવ્યાં છે તે ફરી વાર વિચારી જઈએ. ખૂબ મનન કરવા
ગ્ય એ ધર્મો છે, અને એની વિશિષ્ટતા એ છે કે પ્રીસ્તી ધર્મની દશ આજ્ઞા એ ધર્મમાં જે પ્રમાણે અગત્યનું સ્થાન ધરાવે છે તે પ્રમાણે લેકોત્તર ધર્મમાં દશ ધર્મોનું અતિ અગત્યનું સ્થાન છે. સંક્ષેપમાં તે નીચે પ્રમાણે છે –
(૧) સત્યસાચું બોલવું એ સાતમે સત્યધર્મ છે. (૨) ક્ષમા–ક્રોધત્યાગ તે પ્રથમ ક્ષાંતિ–ક્ષમાધર્મ છે. (૩) માર્દવ-અભિમાનત્યાગ. એ બીજે માર્દવધર્મ છે.
(૪) શૌચ–બા અત્યંતર પવિત્રતા. જીવઅદત્ત, સ્વામીઅદત્ત, ગુરુઅદત્ત, તીર્થકર અદત્તને ત્યાગ. એ આઠમે શાચધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org