________________
૨૦
શ્રી શાંતસુધારસ
શક્તિ, સ્કૂર્તિ અને વિવેકશક્તિ અનુસાર ફળ પ્રાપ્ત કરી શકે છે. એ ચારે પ્રકારમાં બાહ્યા અને અંતરભાવ છે તે સમજવા એગ્ય છે.
આવા પ્રકારને ધર્મ મારા મનમાં નિરંતર રમે. આ ધર્મ ભાવના છે. “નિરંતર” કહેવાનો હેતુ એ છે કે ધર્મભાવનાને અભ્યાસ સતત કરવાની આવશ્યકતા છે. એમાં આંતરે કદી પણ પડવું ન જોઈએ. અભ્યાસ એ રીતે જ થાય છે. પાતંજલ ચેગસૂત્ર( ૧–૧૪ )માં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી આંતરા વગર અને સત્કારપૂર્વક એને સેવ્યું હોય તો અભ્યાસ પાકે જામી જાય છે. ભૂમિ દઢ થાય છે. એમાં સત્કારને અંગે તપ, બ્રહ્મચર્ય, વિદ્યા અને શ્રદ્ધા એ ચારેની ઉપયુક્તતા બતાવી છે. આવી રીતે નિરંતર અભ્યાસ પાડવાથી એની જમાવટ પાકી થાય છે. હવે આવી રીતે ભૂમિકાને દઢ કરીને તેમાં શ્રદ્ધા અને પ્રેમપૂર્વક દાન, શિયળ, તપ અને ભાવને સ્થાપન કરીને ભાવનામાં આગળ વધીએ.
અહીં જે ધર્મના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તે અતિ સુંદર છે. હવે પછી જે વિશિષ્ટ ધર્મો જોઈશું તેનું મૂળ આમાં હોવાથી અતિ આવશ્યક છે. એની ખૂબી એ છે કે એ સર્વ ભૂમિકામાં રહેલ પ્રાણુને ઉપકારી થઈ શકે છે. આપણે ધર્મને અનેક દષ્ટિએ વિચાર કરવાનો છે તે પૈકી આ એક દિશા થઈ. - આની સાથે આપણે માર્ગાનુસારીના ગુણો વિચારી શકીએ, દેશવિરતિ શ્રાવકના ગુણે વિચારી શકીએ, એને માટે આપણે રોગશાસ્ત્ર(શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રણત)ને હવાલે આપીએ. એ પણ અતિ ઉપયોગી ધર્મતત્ત્વ છે. તેમાં પ્રથમના ચાર પ્રકાશ તે પ્રત્યેક મુમુક્ષુએ ખાસ વિચારવા–આદરવા ચોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org