________________
ચંખ્ય ૫રિચવ ઃ
૩૩
વિરમવાનું થયું હોય તેવે વખતે એકાદ ભાવના ઉપાડવી અને અંતરજલ્પ કરો. ત્યારે એની ખરી મેજ આવશે. એ ગાવામાં મજા આપે તેવી જરૂર છે, પણ એનાથી પણ વધારે મજ એકલા-એકાંતમાં ચેતનરામ સાથે રમણ કરાવે એવી એની વાતો છે. એમાં નવલની રસાત્મકતા ન હોય કે ગુપ્તચર (ડીટેકટીવ) કથાની પરિણામ જિજ્ઞાસા ઉત્પાદક શિલી ન હોય, એમાં કવિનાં નિરકુશ ઉડ્ડયને ન હોય કે નાટકનાં શૃંગાર, વીર કે હાસ્ય રસ ન હોય તો તેમાં આશ્ચર્ય પામવાનું નથી. એ આખી કૃતિ વિશિષ્ટભાવે આતમરામને ઉદ્દેશીને ફતેહમંદીથી રચવામાં આવી છે. આ ગ્રંથપદ્ધતિ ધ્યાનમાં રાખવાથી એની ભાષાને પ્રવાહ કયાં જાય છે અને શા માટે જાય છે તેને આછો પણ ચક્કસ
ખ્યાલ જરૂર આવશે. ચંથરચનાકાળ અને પ્રશસ્તિ–
આ ગ્રંથની રચના સંવત ૧૭૨૩ માં ગાંધાર નગરમાં કરી એમ ગ્રંથકર્તા પોતે જ જણાવે છે. (જુઓ દ્વિતીય વિભાગ પૃ. ૩૭૪) ગધપુર નગર એ જંબુસર નજીકનું ગાંધાર જ સંભવે છે. અન્ય પણ કૃતિઓ તેમની ગુજરાતમાં જ બની છે તે પરથી ગ્રંથકર્તાને વિહાર બહુધા ગુજરાતમાં જ થયે હોય એમ સંભવે છે.
અકબરના સમયના જે ગાંધારમાં સેંકડો લખપતિ જેને હતા અને જ્યાં શ્રી હીરવિજયસૂરિ વ્યાખ્યાન વાંચતા ત્યારે સ્થાન મેળવવાની મુસીબત પડતી હતી ત્યાં અત્યારે એક પણ જેનની વસતી રહી નથી અને માત્ર એક દેરાસર જ બાકી રહ્યું છે એ કાળબળની અને જૈન સમાજની વર્તમાન દશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org