________________
શ્રી શાંતસુધારાસઃ
બતાવે છે. આવી દશાના એતિહાસિક કારમાં આ સ્થાને ઉતરીએ તે લંબાણ થઈ જાય, પણ જેન સમાજમાં કુસંપને જે કીડે પેસી ગયો હતો અને દીર્ઘદ્રષ્ટાઓને અભાવ થઈ ગયા હતા તેની દેખી શકાય તેવી પરિસ્થિતિ આ ગ્રંથરચનાના કાળમાં જ તરી આવી હતી, તે એ યુગને ઈતિહાસ, સાધુવર્ગમાં ન ઈચછવાયેગ્ય સ્પર્ધા અને વિજય–સાગરના ઝગડા વાંચી વિચારીએ છીએ ત્યારે ભારે ખેદ થાય તેવું છે. સંતોષની વાત એ છે કે એવા સંક્ષુબ્ધ વાતાવરણમાં શાંતસુધારસ જેવા આત્મિક ગ્રંથના લેખક પણ હતા અને આવા ગ્રંથ રચી શક્યા હતા. પોતાના આત્મજીવન અને વિશિષ્ટ કવાથી શ્રોતાના કાનને પવિત્ર કરતા હતા અને જનતાની આત્મિક પ્રવૃત્તિને વેગ આપવા દ્વારા પિતાને આત્મવિકાસ સાધતા હતા.
સંવત ૧૭૨૩ એટલે ઈ. સ. ૧૯૬૭ નો સમય થયો. એ વખતે શહેનશાહ ઔરંગઝેબની આણ હિંદુસ્તાનમાં પ્રવર્તતી હતી. એ ઝનૂની શહેનશાહે ધમધતાને પરિણામે મુગલાઈના પાયાને હચમચાવી દીધા હતા, પણ તે યુગમાં તે સમજાય તેવું નહોતું. તે વખતે તે મુગલાઈ એની પૂર્ણ જાહોજલાલીમાં પ્રસરતી હતી. એવા વિકટ સમયમાં આવા શાંતરસના ગ્રંથનું પરિશીલન કરવું કે વિલાસનાં કાવ્યો રચવ (વિનયવિલાસ) એ મન પર અને લેખનશક્તિ પર અસાધારણ કાબૂ બતાવે છે. એ સમય પરત્વે ટૂંક વિગતે આગળ લખી છે તે ઉપરથી જણાશે કે આવા વાતાવરણ અને ખટપટના સમયમાં આવા ગ્રંથની રચના થાય એ ઘણું નવાઈભરેલું લાગે, છતાં એ યુગમાં જેનના મહાન લેખકે થયા છે, આનંદઘનજી જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org