________________
ગ્રંથ પરિચય :
૨૧
એટલે વ્યાકરણને લગતી સ્ખલના એનામાં ન આવે એમ લખવું એ તા માત્ર સાનાને આપ આપવા જેવું છે. એની ભાષા માર્મિક, શુદ્ધ, સ્પષ્ટ અને હૃદયંગમ હોવા છતાં શૈલીમાં જરા પણ આક્ષેપ કે તુચ્છતા કોઇ સ્થાને આવવા દીધા નથી અને ચેાગ્ય હાય ત્યાં અલકાર લાવ્યા છે એટલેા પણુ અત્ર નિર્દેશ કરવા ચેાગ્ય જણાય છે. ભાષાશુદ્ધિને અંગે શ્રી શાંતસુધારસ ગ્રંથની ટીકાના પ્રકટ કરનાર ( શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ) એની પ્રસ્તાવનામાં લખે છે કે:
*
“ આ શાંતસુધારસ ગ્રંથમાં અનિત્યાદિક બાર અને મૈગ્યાદિ ચાર મળી ૧૬ ભાવનાના ૧૬ પ્રસ્તાવ છે, તે દરેક જુદી જુદી ઢાળમાં બનાવેલા છે. સંસ્કૃત ભાષામાં એવી ઢાળમધ રચના કરવી અને તેમાં સંધિ, વિભક્તિ, પ્રત્યય કે સમાસાદિકના પણ દોષ આવવા ન દેવા, એ તેમના સંસ્કૃત ભાષાના પૂર્ણ રિજ્ઞાનને બતાવી આપે છે. પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ અનાવનારને એ ભાષા ઉપર એવા પ્રમળ કામૂ હેાય તેમાં નવાછં જેવુ પણ શુ છે ? ( પૃ. ૭ )o
૧. સદર પ્રસ્તાવના સંસ્કૃત ભાષામાં આપી છે તેમાં એ જ કીકત બહુ સારા શબ્દમાં મૂકવામાં આવી છે. એ અતિ માર્મિક લાગવાથી અત્ર ઉતારી લેવામાં આવે છે. ત્યાં જણાવે છે કેઃ—
किं चैतच्छान्तसुधारसग्रन्थप्रतिष्ठित मैत्र्यादिभावनाचतुष्टयोपेतानित्यादिभावनाद्वादशकाभिधप्रस्तावषोडशकं गुर्जरभाषोचितविविधछन्दोभिरप्युपनिबद्धमपि सन्धिविभक्तिसमासादिदोषलेशवर्जितमिति चित्रीयन्ते चेतांसि चेतनवतां सुधियां संस्कृतवैषयिकतदपूर्ववैदुष्या, यद्वा किमाश्चर्यं नूतनव्याकरणव्याकर्तॄणां तादृशां गीर्वाणभाषासरसी सरभसक्रीडने । (पृ. १ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org