________________
૧૮
શ્રી શાંતસુધારસ:
ભરેલા પ્રસંગમાં આ પ્રાણી અટવાઈ જઈ સંસારમાં ધોરણ કે હેતુ, આદર્શ કે સાધ્યને જાણ્યા વગર ભટક્યા કરે છે. તેને માર્ગ પર લાવનાર, સામાને જેવાને બદલે પિતા તરફ જોવરાવનાર, દરેક બાબત કે બનાવના મૂળ તરફ લક્ષ્ય કરાવનાર અને આ હેતુ વગરના ચકબ્રમણને છેડે લાવવાના માર્ગો બતાવનાર અથવા તે તરફ ધ્યાન ખેંચનાર આ ગ્રંથ છે. એનું મૂલ્ય કેટલું આંકવું એ તે આંકનારની આવડત પર છે. આત્મપ્રદેશમાં એની કિંમત બહુ છે અને એની વાટિકામાં પ્રવેશ થઈ જાય તે મુક્તિફળની પ્રસાદી અપાવે એવાં એમાં અનેક સાધન હોવાથી એની કિંમત અલોકિક હેવા સાથે દુનિયાથી પર છે, સામાન્ય જનતાથી ન માપી કે આપી શકાય તેટલી મોટી છે અને વિચારમાર્ગમાં અનુપમેય છે.
ગ્રંથની ભાષા
શ્રી શાંતસુધારસ ગ્રંથની ભાષામાં ખુબ મીઠાશ છે. કેઈ કોઈ કો તે અભુત શાંતરસથી ભરેલા છે. એમાં આત્મા સાથે ભારે યુક્તિપૂર્વક વાત કરી છે. કર્તામાં હૃદયને ઉદ્દેશીને સફળ વાતો કરવાની ભારે ધાટી જણાય છે. દરેક ભાવનાના વિષયને એમણે ખૂબ અપનાવવા યત્ન કર્યો છે. એમની ભાષા પરનો કાબ લગભગ દરેક ભાવનાના પરિચયમાં ખૂબ જણાઈ આવે છે. આપણે એમના હૃદયંગમિતાના એક બે દાખલાઓ જોઈએ:
यावहेहमिदं गर्दै गदितं नो वा जराजर्जरं, यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org