________________
શ્રી-શાંતસુધારસ હૃદયપૂર્વક એને અભિનંદન અપાઈ જવાય ત્યારે ગુણપક્ષપાત સાહજિક બને છે અને ગુણને ઓળખતાં, એનું ખરું મૂલ્યાંકન કરતાં, એના સંબંધી ચર્ચા કે વિચારણા કરતાં પ્રાણ આખરે ગુણવાન થઈ જાય છે. ગુણને વિચાર કરનાર, ગુણ તરફ પ્રેમ બતાવનાર પોતાની આસપાસ ગુણનું વાતાવરણ જમાવે છે અને એ રીતે આત્માનુસંધાન અત્યંત સરળ, સુકર અને સફળ બને છે.
આ સર્વ આત્મપ્રદેશમાં ફરવાની ખરેખરી ચાવીઓ છે. એમ કરતાં–આત્માવલોકન કરતાં બાહ્ય પ્રદેશમાં અનેક પ્રાણીઓ વ્યાધિ, વિયેગ, મારામારી અને નકામા તડફડાટમાં પડેલા દેખાય છે. એવા પ્રાણીઓના દુઃખે દૂર કરવાની તીવ્ર ઈચ્છા થાય એમાં કરુણું–વિશાળ દયા છે. એવી વૃત્તિથી પ્રાણી સ્વથી બહાર જોતાં શીખે છે, સર્વ દુઃખ દૂર કરવાની ભાવના પાછળ એને આત્મલક્ષ્યી ભાવ રહે છે અને પ્રતીકાર ભાવનામાં સર્વ જીવોના આત્મા તરફ વૃત્તિ દોરાતાં સ્વાત્મભાવ સાથે અનુસંધાન થાય છે. આ રીતે કરુણા ભાવમાં પણ અત્માનુસંધાન જરૂર થાય છે.
માધ્યસ્થ વૃત્તિ તે આત્માનુસંધાન જ છે. દેષ તરફ જ્યારે શાંતવૃત્તિ થાય, કર્માધીના પ્રવૃત્તિનું રહસ્ય સમજાય, આખી દુનિયાને સુધારવા પોતે કન્ટ્રાકટ લીધો નથી એવી સમજણપૂર્વકની બેદરકાર વૃત્તિ થાય ત્યારે આત્માનુસંધાન પ્રત્યક્ષ દેખાઈ આવે છે, દુનિયાદારીના માણસો તો પોતાને ન ગમે તેવી હકીકત બને એટલે તેના તરફ ઉઘાડે વિરોધ બતાવે છે, જાહેર ટીકા કરે છે, વ્યક્તિ તરફ અભાવ દાખવે છે અને પિતાનું ચાલે તેટલે તેવા માણસને તિરસ્કાર કરે છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org