________________
ગ્રંથ-પરિચવ્યઃ
(ઉપેક્ષા) અથવા શાંત વિચારણા દ્વારા એનું એગ્ય સ્થાન સમજવાની ધીરજ. પાપી પાપ કરે તે માટે ક્રોધનો અભાવ પણ સાથે તે તરફ સહાનુભૂતિનો પણ અભાવ.
પરાભાવનામાં આત્માનુસંધાન
આ ચાર પરાભાવના ખપી, સાધ્યલક્ષી પ્રાણુને ઊંડા વિચારમાં નાખી દે તેવી છે. પ્રાણ જ્યારે મહાનું પર્વ તની ઉચ્ચ શ્રેણી પર ચઢી ચોતરફ અવકન કરે છે ત્યારે એને શું દેખાય છે તે પરાભાવનામાં ખૂબ વિચારવા જેવું છે. પ્રથમ એને વિચારણા કરતાં સર્વ જી તરફ મિત્રભાવ હોય તે જ એને એમાં મજા આવે છે. સર્વ પ્રાણીઓ એના શુદ્ધ સ્વરૂપે અનંત ગુણથી ભરેલા છે અને પિતા પોતાની શક્તિ અને સંગે અનુસાર આત્મવિકાસ સાધી રહ્યા છે, પણ એમાં કોઈ પણ જીવ પોતાને વિરોધી કે દુશમન નથી, સર્વ આત્મસ્વરૂપે એક સરખા છે. આવા વિચારને પરિણામે એનું સર્વ જી તરફ મિત્રભાવનું લક્ષ્ય રહે છે. એને મનુષ્ય તે શું, પણ કોઈ જનાવર, જંતુ કે સ્થાવર પણ એને પિતાને વિરોધી લાગતો નથી. આ સર્વ જી તરફના મિત્રભાવને પરિણામે ખૂબ વિશાળ બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને એક વાર વિશાળ બુદ્ધિપૂર્વક મિત્રભાવ બંધાય એટલે સ્વરૂપલક્ષી આત્માનુસંધાન થતાં વખત લાગતો નથી. - એક વખત સર્વ જીવો તરફ મિત્રતા આવી એટલે પછી ચારે તરફ પ્રેમભાવે જોવાનું સૂઝે છે. પ્રેમભાવે જોતાં એમાં ગુણ જ દેખાય છે. ગુણને જોઈને પ્રેમ થાય, ઉમળકા આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org