________________
૧૮
શ્રી શાંતસુધારસ
નિયમિતપણે આવતાં ધીમે ધીમે શરીર પર અને મન પર કાબુ વધતો જાય છે. છેવટે સર્વત્યાગ કરતાં શરીર પરની માયા પણ છૂટી જાય છે. તપ કર્મને તપાવનાર હાઈ ધર્મમાર્ગમાં બહુ અગત્યને ભાગ ભજવે છે.
અનેક મહાપુરુષે રાજ્ય છેડી જંગલ સેવે છે અને શરીરને દમે છે તે કાંઈ મનસ્વી કે તરંગીપણાનું પરિણામ નથી; પણ સ્પષ્ટ દષ્ટિથી કરેલા અવલોકનને પરિણામે પ્રાપ્ત થયેલ વિશાળ દષ્ટિ છે. તપનો આશ્રય કરવાથી એ ગુણને ખ્યાલ આવે તેમ છે. તપને મહિમા સવિસ્તર અગાઉ વર્ણવ્યા છે ત્યાંથી સમજી લેવું. કેટલીક જાતની નવયુગની સેવાઓ અત્યંતર તપમાં આવી શકે છે તે વિચારવાથી સમજાશે.
(૪) ભાવ–ધર્મને ચેાથો પ્રકાર ભાવ છે. આમાં આંતરવૃત્તિઓને-શુભ અધ્યવસાયનો સમાવેશ થાય છે. દાનની શોભા, શિયળની મહત્તા, તપની આકર્ષકતા ભાવ પર ખૂબ આધાર રાખે છે. ભેજનમાં જે સ્થાન મીઠાનું–લવણ(નમક)નું છે તે સ્થાન ધર્મસામ્રાજ્યમાં ભાવનું છે. મીઠા વગર ગમે તેટલી મેંઘી કે પ્રચુર દ્રવ્યવાળી ચીજો મીઠાશ આપતી નથી તેમ ભાવ વગર સર્વ ધર્મવ્યવહાર ઉપર ઉપરને ક્ષણિક અને બાહ્ય રહે છે. નાના બાળકને અંતરના ઉમળકાથી બેલાવાય તે જ તેને આકર્ષણ થાય છે. ભાવ-હૃદયને પ્રેમ–અંતરની ઊર્મિ–એ બહુ ઉપયોગી બાબત છે. ભાવની નિર્મળતા ઉપર કર્મબંધને કર્મક્ષયને તેમજ પ્રગતિ આદિનો આધાર રહે છે.
આ દાન, શીલ, તપ, ભાવ પર વિસ્તારથી ઉલેખ કરતાં પુસ્તકો ભરાય તેમ છે. પ્રત્યેકનાં દ્રષ્ટાંત પણ અનેક છે. અહીં મને એ સર્વને સંચય કરનાર એક સજઝાય યાદ આવે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org