________________
ધર્મભાવના
૧૭ બ્રહ્મચર્ય વ્રત ઉપર ગની પ્રગતિનો આધાર છે અને આત્મવિકાસમાં એ ઘણે અગત્યનો ભાગ ભજવે છે એ લક્ષ્યમાં રાખવું. સ્ત્રી એટલે સંસાર એ ખ્યાલમાં રાખવું. આત્મિક પ્રગતિ ઈચછનારે બ્રહ્મચર્યને–શિયળને અતિ મહત્વનું અંગ ગણવાનું છે.
સ્ત્રીઓએ આ સર્વ હકીક્ત પુરુષોને અંગે ઘટતા ફેરફાર સાથે સમજી લેવાની છે. સ્ત્રીનું ધૈર્ય વિશેષ બળવાન ગણાય છે. એ ધારે તો પોતાની જાત ઉપર પુરુષ કરતાં વધારે કાબુ રાખી શકે. સતી સ્ત્રીઓનાં નામે પ્રભાતમાં લેવાય છે તે તેમના સતીત્વને અંગે, એકનિષ્ઠાયુક્ત પતિસેવાને અંગે અને શિયળવ્રત તથા સદાચારને અંગે છે, એ ધ્યાનમાં રાખવું. કલાવતી, મયણાસુંદરી, સીતા, અંજના સુંદરી આદિ સતીનાં સુવિખ્યાત ચરિત્રોમાં શિયલનો મહિમા જ ભર્યો છે. આ ધર્મને બીજે પાયે છે. = (૩) તપ-ધર્મનો ત્રીજો પ્રકાર તપ છે. નવમી નિર્જરા ભાવનામાં આપણે એના બાહ્ય તેમજ આત્યંતર ભેદે વિચારી ગયા છીએ. પ્રત્યેકના છ છ ભેદ સમજયા અને તેના પર વિસ્તારથી વિચારણા કરી (જુએ. પ્રથમ ભાગ પૃ.૪૪૭–૪૫૫ પૂર્વ પરિચય). અત્ર ફરી તે પર ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. દાનથી ધર્મની શરૂઆત થાય, ધન વસ્તુ પરની મૂછ છૂટતી જાય, પછી શિયળથી શરીર પર અંકુશ આવતો જાય, ધીમે ધીમે ખૂબ પ્રગતિ થતી જાય, તપથી ઈષ્ટ સર્વ પ્રાપ્ત થાય છે અને જેમ જેમ આત્મસ્વરૂપનું સાચું ભાન થતું જાય તેમ તેમ પરવસ્તુ પર રાગ ઘટતો જાય છે. એની શરૂઆત સામાન્ય બાહ્ય ત્યાગથી થાય છે, મર્યાદાથી શરૂ થાય છે અને એવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org