________________
શ્રી શાંતસુધારસ પ્રકારે ઈષ્ટ છે. માંદાની માવજત, પ્રસૂતીની સેવા, ગ્રામવાસીએને કેળવણું વિગેરે અનેક સેવાના પ્રકારે ખીલવવાના છે, તે સર્વ ધર્મના આ વિભાગમાં આવે. અને ત્રીજા તપ વિભાગમાં પણ તેને સમાવેશ થાય છે.
(૨) શીલ. (બ્રહ્મચર્ય.) દેશથી અથવા સર્વથી. દેશથી એટલે સ્વદારાસંતોષ. સામાન્ય કર્તવ્યપરાયણ માણસ પણ પરસ્ત્રી તરફ રાગથી જુએ નહિ. પરસ્ત્રી એટલે પારકાની સ્ત્રી એટલું જ નહી પણ તેમાં કુમારિકા, વિધવા, વેશ્યા, ગુણિકા આદિ સર્વને સમાવેશ થાય છે. એમાં તિર્યંચ સાથેના વિષયને પણ સમાવેશ થાય છે. પરણેલે માણસ અન્ય સ્ત્રીને વિચાર કરે છે તે પિતાની સ્ત્રીને અન્યાય જ આપે છે. આખા વ્યવહારને અનુરૂપ સ્વદારાસતેષ વૃત્તિ જરૂર કેળવવા યોગ્ય છે. અપરણીત કે વિધુરને સર્વથા બ્રહ્મચર્ય રાખવાનું છે.
બ્રહ્મચર્ય પાળવા માટે કેટલીક ઉપગી સૂચનાઓ અનુભવીઓએ કરી છે, તેને શિયળની નવ વાડ કહેવામાં આવે છે. ૧. સ્ત્રી, પશુ ને નપુંસકવાળી વસ્તીમાં વાસ ન કર. ૨. સ્ત્રી સંબંધી કથા ન કરવી. ૩. સ્ત્રી જે આસન પર બેઠી હોય ત્યાં બે ઘડી સુધી બેસવું નહિં. ૪. સ્ત્રીઓનાં અંગોપાંગ નીરખી નીરખીને જેવાં નહિં. ૫. જ્યાં બાજુના ઓરડામાં વિલાસ થતો હોય ત્યાં સૂવું–રહેવું નહિં. ૬. પૂર્વે ભગવેલ ભેગો કે કરેલ ક્રીડાએ સંભારવાં નહિં. ૭. અતિ વીર્યવર્ધક પિષ્ટિક) ખોરાક લે નહિં. ૮. પેટ ભરીને-ચાંપીને જમવું નહિં. ૯. શરીરની શભા-વિભૂષા કરવી નહિં. આ સૂચનાઓ બ્રહ્મચર્ય—રક્ષા માટે છે. પોતાની સ્ત્રી સાથે વિષયસેવનમાં પણ બનતો સંયમ રાખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org