________________
ધર્મભાવના
૧૫
જ્યારે દેશમાં ગરીબાઈ ઘણું હાય, જીવનકલહ આકરા થતા હાય, ધનવાન ગરીબ વચ્ચેનું અંતર ઘણે વધતો જતે હોય ત્યારે દાનમાં સવિશેષ વિવેક વાપરવાની જરૂરીઆત ઉત્પન્ન થાય છે, એવે વખતે પોતાનાં સાધનને ઉત્તમ ઉપયોગ થાય તે એકના લાખ ઊગી શકે છે, ઉખરભૂમિમાં વાવેલ બી નિરર્થક જાય છે. આ સર્વ ઉચિતદાનને વિષય છે. જ્યારે મહાન રાજ્યક્રાંતિ થતી હોય, પાશ્ચાત્ય-
પિત્ય આદર્શને સહગ થતો હોય અને ધર્મના સ્થાન સમાજ, દેશ અને વ્યક્તિવિકાસમાં મુકરર થતાં હોય ત્યારે દાનપ્રવાહની દિશા ઘણે અગત્યનો ભાગ ભજવે છે. એ વખતે ઉચિતદાનની વિચારણા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જે ખાતાંઓ અને સંસ્થાઓ મુખ્ય શિરાવાહી હોય તેની ઉપયુક્તતા બરાબર વિચારી, રાષ્ટ્ર, ધર્મ અને વિકાસને પરસ્પર વિરોધ ન આવે તે માર્ગે દાનપ્રવાહ વહાવવા તરફ અત્યારે ખાસ ધ્યાન આપવું ઘટે.
પૂર્વ કાળમાં દાનના જે માર્ગો બતાવ્યા છે તે ઉપરાંત સેવા” અર્પણ કરવાની જે તમન્ના અત્યારે દેશમાં ખીલી નીકળી છે તેને નવીન વિભાગ “સેવાદાન” નામથી સંગ્રહવા અને વિસ્તારવા યોગ્ય છે. આ તદ્દન નુતન ક્ષેત્ર છે પણ ખાસ ખીલવવા છે. સમાજના વ્યાધિગ્રસ્ત માટે સેવા અવી, રાષ્ટ્રસેવામાં શરીર સમર્પણ કરવું, એના અનેક ક્ષેત્રોમાં નિષ્કામ ભાવે ઝંપલાવવું એ સર્વ સેવાદાનમાં આવે. દાનના અનેક પ્રકારને વિચાર અનેક ગ્રંથોમાં બતાવ્યા છે તે સર્વ આદરણીય છે. એમાં જેટલે અંશે પોતાની જાતને ભૂલાય, ફરજના ખ્યાલથી ગુપ્ત દાન દેવાય અથવા પ્રસિદ્ધિને મેહ એ થાય તેટલે અંશે લાભ વધારે છે. દાન આપવાની ભાવના તો સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org