________________
૧૪
શ્રી-શાંતસુધારસ
બંધુભાવ વૃત્તિ સમજી શકાય તેવી અને સુવિખ્યાત છે. એમણે જે ચાર પ્રકારનો ધર્મ બતાવ્યા છે તે નીચે પ્રમાણે છે – ' (૧) દાન. પોતાની વસ્તુઓ, પિતાનું ધન બીજાને આપવું, આપવામાં પૂર્ણ પ્રેમભાવ રાખે, પિતાની શક્તિ જોઈને આપવું અને જે વ્યક્તિને કે સંસ્થાને આપવાનું હોય તેની યેગ્યતા જોઈને આપવું. ચિત્ત, વિત્ત અને પાત્ર આ ત્રણે બાબતે દાનને અંગે વિચારવાની હોય છે. દાનમાં મૂચ્છને ત્યાગ રહેલે છે અને ત્યાગધર્મની શરૂઆત દાનથી થાય છે. દેશત્યાગ અને સર્વત્યાગની પ્રથમ ભૂમિકા દાનથી શરૂ થાય છે. દાન આપનારને પ્રેમ કેવો છે, એના હૃદયમાં કઈ ભાવના વર્તે છે અને તેને ધનાદિ પર મૂચ્છભાવ કેટલે એ છે થયે છે તેના પ્રમાણમાં તેને ફળ બેસે છે. દાનની રકમ સ્વસંપત્તિ ઉપર આધાર રાખે છે. કરોડાધિપતિ લાખ આપી શકે અને સામાન્ય સ્થિતિને માણસ બે આના આપે. આપતી વખતે તેના માનસિક પરિણામ કેવા વતે છે તે પર દાનની વિશિષ્ટતા અંકાય છે. દાન શબ્દની સાથે ધન સંપત્તિ પ્રથમ યાદ આવે છે, છતાં એના દાન કરતાં પણ અભયદાનની કિંમત વધારે છે. કોઈ જીવને બચાવ, છેડાવ, મૃત્યુમાંથી ઉગાર એ વધારે મહત્ત્વનું દાન છે. પ્રાણુ ધન કરતાં પણ જીવને સ્વાભાવિક રીતે જ વધારે અગત્ય આપે છે. કેટલાક કીર્તિ ખાતર પૈસા આપે છે તેને કીર્તિદાન કહેવામાં આવે છે. એના બદલામાં કીર્તિ મળે છે, પણ ત્યાં પૂર્ણ વિરામ થઈ જાય છે. નિ:સ્વાર્થભાવે, પ્રેમપૂર્વક, પિતાની ફરજ સમજી, વિવેકને આગળ કરી જે દાન અપાય તેને મહિમા વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org