________________
ધર્મ ભાવના –
પરિચય –
1. ૨. આ ભાવનામાં આપણે બહુ સુંદર પ્રદેશમાં પ્રવેશ કરીએ છીએ. આ પ્રાણીના સર્વ કૃત્યને નિયમિત રાખનાર, મર્યાદામાં રાખનાર અને સંયમિત રાખનાર ધર્મ છે. એ વિષય એટલે વિશાળ છે કે એના ઉપર ગમે તેટલું લખવામાં આવે તે ઓછું જ પડે. “ધર્મ ” શબ્દના અનેક અર્થ થાય છે તે પર વિશેષ વિવેચન આગળ થશે.
આ જીવનમાં ચાર પુરુષાર્થ પ્રાણીએ સાધવાના છે અને તે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ છે. “ધર્મ” માં સામાન્ય વ્યવહાર દ્રષ્ટિએ ક્રિયાકલાપને સમાવેશ થાય છે અને પરમાર્થ દ્રષ્ટિએ આત્મસન્મુખતાને સમાવેશ થાય છે. અર્થ” એટલે ધન. પૈસાની પ્રાપ્તિ. “કામ” એટલે ઇન્દ્રિયના ભેગોપભેગની સેવના અને મોક્ષ એટલે અજરામર સ્થાનની પ્રાપ્તિ. એમાં મોક્ષ તો સાધ્યભાવના આદર્શમાં રાખવાનું છે અને અર્થ તથા કામ એવી રીતે સાધવા ઘટે કે તેને ધર્મ સાથે વિરોધ ન થાય. આ જરા મુશ્કેલ છે પણ જરૂરી કર્તવ્યસૂચન છે, એની ચાવીઓ આ ભાવનામાં પ્રાપ્તવ્ય છે. આને વિચાર ભાવનાને અંતે કરવાનું રાખીએ, અને લેખકશ્રીને ભાવનાને વિચાર કરતાં એ સાક્ષેપ નજર ધ્યાનમાં રાખીએ.
સર્વ જી તરફ બંધુભાવ રાખનાર શ્રી તીર્થંકરદેવે ધર્મ ચાર પ્રકારને બતાવ્યા છે. સર્વ જીવને સંસારપર્યટનની ઉપાધિમાંથી મૂકાવવાની તીવ્ર ભાવના થાય ત્યારે જ પ્રાણું તીર્થકર થવા ગ્ય કર્મ ઉપાર્જન કરે છે. એટલે એની જગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org