________________
૧૦
શ્રી શાંતસુધારન્સ:
પસાની લાલચમાં આબરૂ ગુમાવી બેઠા, સ્ત્રીની લાલચમાં વિષયી થઈ ગયા, આનંદ મેળવવાની જિજ્ઞાસામાં પ્રમાણિકપણાને લાત મારી, આબરૂ મેળવવાની લાલચમાં વિતંડાવાદમાં પડી ગયા–વિગેરે વિગેરે. આ સર્વનું મૂળ કારણ એક જ છે. એણે
સ્વને કદી બરાબર ઓળખેલ નથી, એણે પરને પરરૂપે જાણ્યા નથી અને જ્યારે જ્યારે એણે ત્યાગ કે વૈરાગ્યની વાત કરી છે ત્યારે એણે માત્ર ઉપર ઉપરનો વાણીવિલાસ જ કર્યો છે, સ્વને અને પરને સમજનારની આ દશા ન હોય. એ સમજાવનાર ભાવનાઓ છે, એને સ્થિર કરનાર ભાવનાઓ છે, એની જમાવટ કરનાર ભાવનાઓ છે અને એટલા માટે પુનરાવર્તનના ભાગે એકની એક વાત સાપેક્ષ દષ્ટિએ વિચારપથમાં લેવા ગ્ય છે. વર્તમાનયુગ અને ભાવનાઓ–
આ યુગમાં તેની જરૂરીઆત ખાસ વધારે છે. અત્યારે આપણા દેશમાં બે પ્રકારની વિચિત્ર ઘટના ચાલી રહી છે : એક તરફ પાશ્ચાત્ય આદર્શો અને ભાવનાઓ આપણું ઉપર ખૂબ જોરથી આક્રમણ કરી રહી છે. આપણા પરંપરાગત સંસ્કાર અને આ ભાવનાઓમાં કેટલીક જગ્યાએ મૂળગત
કલ. આ અક ભેદ છે, કેટલીક જગ્યાએ સ્થાનગત ભેદ છે અને બનેની સમાજરચના જુદા જ ધોરણ પર રચાયેલી હાઈને વિગતેમાં ભેદ છે. આ સર્વેની વિગતેમાં અત્રે ઉતરીએ તે વિષય લંબાણ પ્રમાણુની બહાર થઈ જાય તેમ છે, પણ મુદ્દાની હકીકત એ છે કે જ્યાં સમાજરચનાના આદર્શો અને પાયાઓ જ જુદા હોય ત્યાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર પડે છે. એમ ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org