________________
ગ્રંથ૫રિચય : સ્થિતિમાં ફેરફાર થયે, હાલચાલ થવા માંડી અને નબળાઈ દૂર થઈ કે પાછા “એ ભગવાન એના એ ”-એવી એની દશા થઈ જાય છે.
આવી જ પરિસ્થિતિ કેઈ સુંદર વ્યાખ્યાન સાંભળે, કઈ મહાત્માની વાણીનું શ્રવણ કરે, કોઈ સુંદર આત્મજ્ઞાનની ચર્ચામાં ભાગ લે અથવા કોઈ અધ્યાત્મ કે યેગના પુસ્તકનું પિતે જરા શાંત વાતાવરણમાં વાંચન કરે ત્યારે થાય છે. તે વખતે એને જરા વિરાગ–ઉપર ઉપરને ખાલી તરવરાટ થાય છે, એને આ જીવનના વિલાસ, પ્રયાસે કે ધમાલ પર જરા નિર્વેદ આવે છે, પણ એ વાંચન કે શ્રવણની અસર છૂટી ગઈ કે પાછો એ સંસારની ઘરેડમાં પડી જાય છે અને કરેલ વિચારે કે ઘડેલાં સ્વપ્નને સ્થાને એ હતું તેવો ને તે અને કેટલીક વાર તે વધારે રસથી સંસાર તરફ ચાલ્યા જાય છે. આ સર્વ ગૂંચવણવાળી પરિસ્થિતિઓ ખૂબ વિચારણા માગે છે, આવા અવ્યવસ્થિત જીવનપલટાઓ ખૂબ પૃથક્કરણ માગે છે અને આખા જીવનના સાધ્યને નિર્ણય, સાધ્ય તરફ ગમનનો નિર્ણય અને એને ચોક્કસ વળગી રહેવાનો નિર્ણય ખૂબ વિચારણા માગે છે. એ કાર્ય આ ભાવનાઓ કરે છે.
આપણે ઘણી વાર વાંચીએ છીએ કે અમુક માણસે ખૂબ વિચારણા કર્યા પછી સંસારનો ત્યાગ કર્યો અને પાછો નવીન વેશ છેડી સંસાર તરફ ચાલ્યા ગયા; આપણે અનુભવીએ છીએ કે અમુક માણસે વૃદ્ધ વય સુધી ત્યાગધર્મ સ્વીકાર્યા પછી ઘડપણમાં એણે અમુક સ્ત્રીના હાવભાવથી લલચાઈ સંસાર આદર્યો, આપણે જોઈએ છીએ કે શુદ્ધ જીવન ગાળનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org