________________
શ્રી શાંતસુધારસ :
પ્રયાસ કરવા છતાં જ્યારે પ્રાણ પાછો પડે છે અથવા પોતાની પાસે દુનિયાની નજરે ધન, માલ-મિલકતથી મળેલ સ્થાન કે સત્તા ગુમાવી બેસે છે ત્યારે એને એ સર્વ પ્રવૃત્તિની પાછળ રહેલ અલ્પજ્ઞતા અને ચપળતાને સાક્ષાત્કાર થાય છે, પણ વળી પાછો એને અનંતકાળનો અધ્યાસ અને સંસાર તરફ ઘસડી જાય છે અને વળી કાંઈક પ્રાપ્તિ એની ટૂંકી નજરે થઈ જાય એટલે લાગેલા ધકકાને વિસરી જઈ પાછો એ ઘરેડમાં પડી જાય છે. એક સગા, નેહી, મિત્ર, પત્ની કે પુત્રનું મરણ થાય ત્યારે એને અનેક જાતના વિચારો આવે છે, એ નેહ સંબંધની અલ્પતા પર, એમાં રાચવાની અંધતા પર અને એની અસ્થિરતા પર થોડો વિચાર કરે છે, કાંઈક ઉતાવળા પણ આછાપાચા અર્ધદગ્ધ નિર્ણયે પણ કરી નાખે છે, પણ થોડા દિવસમાં એનું પૃથક્કરણ કર્યા વિનાનું દુખ વિસારે પડે છે. દુનિયાની ઘરેડમાં ચઢી જઈ પાછો એ હતે તે ને તેવા થઈ જાય છે અને આ રીતે પ્રાપ્ત કરેલ તકને એ ગુમાવી બેસે છે. આવી જ તકે એ પોતે માંદ પડે ત્યારે પણ કેટલીક વાર એને પ્રાપ્ત થાય છે. એને જરા અકળામણ થાય છે એટલે એ જીવનની અસ્થિરતા સમજવા માંડે છે, વધારે આકરા પ્રસંગમાં એ પરભવમાં શું થશે એની કલપના કરવા લાગે છે અને વસીયતનામું કરીને કે ધર્માદા કરીને કઈ પણ રીતે અહીં મળેલ કે મેળવેલ મિલકત કે એનો નાને માટે ભાગ આગળના ભવમાં પણ મળે એ હિસાબે એના ઉપરના તીવ્ર મહિને પરિણામે એ વૈરાગ્યના એઠા નીચે કાંઈ આછા પાતળા ગંચવાડાભરેલા નિર્ણય કરવા લાગે છે, પણ જ્યાં વ્યાધિગ્રસ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org