________________
પરિચય : તે બને આદર્શોનું સંઘર્ષણ થતાં કાં તો વિરૂપ પરિણામ પ્રાપ્ત થાય અથવા તો વિકૃત સ્વરૂપ પ્રાપ્ત થાય, આ એક વાત થઈ.
વર્તમાનયુગને અંગે હકીકત એ છે કે અત્યારે જીવનકલહ ભારે આકરો થતો જાય છે. એક તરફ અનેક રાજકીય કારણે દેશમાં બેકારી વધતી જાય છે, આર્થિક કારણે ઘણીખરી વ્યક્તિઓને બારે માસ કામ કરવાની ફરજ પડે છે અને પરિણામે આખે વખત વ્યાપાર, નોકરી કે ધંધાધાપામાં આડાઅવળા ફાંફા મારવા પડે છે. જેને કામ મળતું નથી તેને કામ મેળવવાની ભારે ચિંતા થયા કરે છે અને કામ હોય તે ધમાધમમાંથી ઊંચે આવી શકતો નથી. જૂના વખતમાં આપણું ભારતવર્ષમાં વર્ષના બારે માસ કામ કરવું પડતું નહોતું. વેપારી આઠ માસ કામ કરે, તેને માસામાં શાંતિ રહેતી,
જ્યારે ખેડૂતવર્ગને ચોમાસા શિયાળામાં વધારે કામ હાઈ તેને ચારથી છ માસ નિરાંત રહેતી. આવા શાંતિના વખતમાં તેઓ આત્મારામનો વિચાર કરતા, એને શેની જરૂર છે તે સમજતા, સાંભળતા અથવા વિચારતા. અત્યારે એ સ્થિતિમાં ભારે પલટે થઈ ગયા હોય એમ દેખાય છે. ધંધો ન હોય તેને મેળવવા માટે દેશપરદેશ રખડપાટે કરે પડે છે અને હોય તેને રાત્રે પણ ફુરસદ મળતી નથી અને રાત્રિના પણ બજારમાં બેસી કે ટેલીફેને દ્વારા વેપાર ને વેપારનાં ઓર્ડર આપવા પડે છે. મતલબ એને પરિણામે એને ઊંઘમાં સ્વનાં પણ વેપારનાં જ આવે છે અને ચેતનરામ સાથે વાત કરવાની ફુરસદ કે તક મળતી નથી અને તેથી કાં તો બેકારીના ખપર નીચે અથવા વ્યવસાયના મશગુલપણુમાં એનું વ્યક્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org