________________
માધ્ય૨વ્યભાવના
૩૮૧ (1) ભાવનાના પ્રભાવથી સુખતૃમિને દરિયે ચારે તરફ ફેલાઈ જાય છે. ભાવનાનું સુખ ચારે તરફ દિશાઓમાં અને વિદિશાઓમાં ફેલાઈ જાય છે. ભાવનાથી સુખની તૃપ્તિ થાય છે, એથી ચિત્ત ધરાઈ જાય છે, એનો વિસ્તાર દરિયા જેટલો વધી જાય છે, તેને ચારે તરફ પ્રસાર થાય છે. ભાવનાનું વાતાવરણ ચારે તરફ કેવું ઉજજવળ, શાંત, સુખી, પ્રકાશમય અને દિગંત કરી દે છે તે વર્ણવવાની ભાગ્યે જ જરૂર હોય.
(૪) ભાવનાના મહિમાથી રાગ-રેષ વિગેરે શત્રુસૈન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે. આંતરમાં બે પ્રકારના યુદ્ધો ચાલતા જ હોય છે: એક બાજુએ ચારિત્રરાજનું લશ્કર અને બીજી બાજુએ વૃદ્ધ મહામહરાયનું લશ્કર. એનું અનાદિ યુદ્ધ ચાલતું હોય છે. મેહરાય પોતાના બે પુત્રે–રાગકેસરી અને શ્રેષગજેન્દ્ર (રાગ ને રષ) ને પોતાનું લશ્કર સોંપે છે પણ જરૂર પડે તો ઘરડે ઘડપણે બે હાથમાં બે તરવાર લઈ વૃદ્ધ મોહરાજ પોતે પણ ઉતરી પડે છે. એના કષાય નેકષાય આદિ અનેક લડવૈયાઓ–સૈનિકે છે. ભાવનાના મહિમાથી આ સર્વ લડવૈયાઓ પ્રથમ નાસભાગ કરે છે, પછી છુપાઈ જાય છે અને ભાવનાનું બળ વધી જાય તો અંતે ક્ષય પામી ખલાસ થઈ જાય છે. અન્યત્ર આ યુદ્ધનું વર્ણન થઈ ગયું છે.
() એ ભાવનાઓના મહિમાથી એકછત્ર મોક્ષસામ્રાજ્યરૂપ આત્માદ્ધિ સ્વાધીન થાય છે.
આ આત્મઋદ્ધિને કે માલસામ્રાજ્યને પરિચય કરાવવો હવે બાકી રહેતો નથી.
આવી ભાવનાઓને તમે ભા–સે–આદરે. આમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org