________________
૩૮૦
શ્રી શાંતસુધારસ અને ચાર મળીને ઉપર વર્ણવેલી સોળ ભાવના. એ ભાવનાને મહિમા કે છે? તેનું સંક્ષિપ્ત વર્ણન વિચારો.
(૪) એ ભાવનાના પ્રભાવથી અપધ્યાનોની પીડા થતી નથી.
અપધ્યાન અથવા દુર્બાન એટલે આર્ત–રદ્રયાન. એ ખરેખર પીડા કરનારા છે, એ દુર્ગાન થાય ત્યારે પાર વગરની માનસિક વ્યથા કરનાર છે અને જૂના વખતમાં ભેળા માણસોને ભૂતપ્રેત વળગતા તેના જે એ ખરેખર વળગાડ છે. ભાવનામાં એટલું બળ છે કે એ કઈ પ્રકારના દુર્ગાનને થવા જ દેતી નથી એટલે પછી એ દુર્ગાનની પીડા ઉદ્દભવતી જ નથી આ અસાધારણ લાભ છે. ગગ્રંથમાં તો આ અપધ્યાનના વિષય પર અનેક પ્રકરણે લખાયા છે. તે ખૂબ સમજવા ગ્ય છે.
(૪) એ ભાવનાઓના પ્રભાવથી કોઈ અનિર્વચનીય અદ્વિતીય સુખ-ભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે.
એ ભાવના ભાવતાં જે સુખ થાય છે તે વર્ણન કરી શકાય તેવું નથી, કોઈ અચિંત્ય, અનનુભૂત, અપૂર્વ સુખ તેથી પ્રાપ્ત થાય છે અને એવું સુખ ચિત્તને પ્રસન્ન કરે છે. એ તો શાંત પ્રદેશમાં બેસી અનિત્ય કે મૈત્રીભાવના ભાવી હોય અને આ સુખને અંત:સ્પર્શ થયો હોય તો જ તેને ખ્યાલ આવે. બાકી સાકરની મીઠાશ કયા શબ્દોમાં વર્ણવી શકાય ? એ તો સાકર ખાવામાં આવે તો જ સમજાય. ભાવનાથી થતી ચિત્તપ્રસન્નતા અનુભવ જ સમજાવે. અત્ર વર્ણનમાં તો માત્ર તેનું રૂપક આપી શકાય. એનું રૂપક પણ ખરું પ્રાપ્ત થતું નથી. કર્તા “કઈ ? એવા શબ્દથી કલપના કરવાની પ્રેરણું કરે છે. આ અદ્વિતીય ચિત્તપ્રસન્નતા ભાવનાના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org