________________
૩૬૬
શ્રી•શાં•ત-સુધાર-સ
હાય, પાતે આગેવાન હાવાના ન ટકે તેવા દાવા કરતા હાય અને સાધારણ બનાવ પેાતાના સબંધમાં બન્યા હોય તેને અતિશયેાક્તિથી મેાટા રૂપકો આપતા હાય ત્યારે પ્રથમ દૃષ્ટિએ કાં તે! તમને હસવું આવે અથવા ઘૃણા ઉત્પન્ન થાય. જેમ માણુસ નાના વર્તુળમાં ફરનારા હોય છે તેમ તે આત્મપ્રશંસા વધારે કરે છે. અજ્ઞાન અને આત્મપ્રશંસા સાથે જ જાય છે. નાના ગામડાના પાંચ ઘરની નાતના શેઠ પેાતાની જાતની વાત કરે ત્યારે આકાશના તારા જ ઉતરવા બાકી રહે છે. આમાં ઉદાસીનતાના છાંટા નથી અને મધ્યસ્થતાના સવાલ જ નથી, પણ આવાની વાતા સાંભળવામાં આવે ત્યારે મનની સ્થિરતા રાખવી અને તેના પર ગુસ્સે ન થતાં એની પામરતા વિચારવી એ મધ્યસ્થ દશા છે.
આત્મપ્રશસાના પ્રસંગેા વ્યવહારમાં આવે છે તેટલા જ ધાર્મિક બાબતામાં પણ જોવામાં આવે છે. એક સાધારણ સંઘની વાતા કરે ત્યારે તે પેાતાના સંઘને ભરત ચક્રવત્તીના સંઘ સાથે સરખાવે અથવા અર્ધા પૃષ્ઠનું અવ્યવસ્થિત કાવ્ય ( જોડકણું ) લખી તેની પછવાડે એ પક્તિ જેટલુ પેાતાનુ નામ લખે ત્યારે આપણને ચીડ આવે છે, પણ એવા સંચેાગામાં એના આત્માના વિકાસ અને કર્મના વિપાક તથા મેહરાજાના જાસુસાના કાર્ય પર વિચાર કરી મનને સ્થિર
રાખી શકે એની અલિહારી છે.
ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરતાં, વિધિમાર્ગની ગુંચવણુંાને નિકાલ કરતાં, નિત્યાનિત્ય ભેદાણેદાદિ પ્રશ્નો પર વાદવિવાદ ચાલતાં ટપાટપી થઇ જવાના પ્રસંગે માધ્યસ્થ્ય રાખે એ વધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org