________________
૩૬૨
શ્રીશાંતસુધારસ આમાંની ઘણીખરી બાબતે દાખલાઓ લેવાથી બરાબર બેસે તેવી છે. આ જીવનમાં ઉદાસીન ભાવ રાખવાના પ્રસંગે તે ઘણા આવે છે, પણ તે વખતે પ્રાણ પૂર્વબદ્ધ વિચારોથી, બેટી લાગણુઓના ખેંચાણેથી અથવા બીજા અનેક મનવિકારથી શાંત રહી શકતો નથી. આપણે એક માણસને ખરી અણીને વખતે હજાર રૂપીઆની સહાય કરી હોય, પછી આપણે તે રકમ તેની પાસે માગી પણ ન હોય, થોડા વખત પછી એ જ માણસ આપણને શરમાવે તેવું આળ આપણું ઉપર મૂકે, આપણને ન શોભે તેવા આરેપ મગજમાંથી ઉઠાવીને મૂકે અને અપશબ્દો કહે ત્યારે તેને માટે શું વિચાર થાય? એવા પ્રસંગમાં પણ જે તદ્દન અલિપ્ત થઈને ઊભું રહે અને જાણે પોતાને એ આરોપ સાથે કાંઈ લેવાદેવા નથી એવું વર્તન કરે એ ઉદાસીન ભાવ પામ્યા કહેવાય.
એ પ્રાણ વિચાર કરે કે સામે મારા ઉપર ગમે તેટલા આક્ષેપ કરે તેથી મારે શું ? આ વૃત્તિ રહેવી ઘણું મુશ્કેલ છે. આ વૃત્તિ કેળવતાં કેળવતાં એ જાણે સાક્ષીભાવે જ ઊભે હોય એટલે સુધી એ પહોંચી જાય છે. “સ્વભાવસુખમાં મગ્ન અને જગતના તત્વનું અવલોકન કરનાર પુરુષનું પરભાવને વિષે કતૃત્વ નથી, માત્ર સાક્ષીત્વ છે.” (મગ્નાષ્ટક, જ્ઞાનસાર ૨-૩) આ ઘણું પ્રગતિમય સ્થિતિ છે. સામાન્ય વ્યવહારમાં પ્રાણી પરભાવ સાથે એટલે તે એકરૂપ થઈ જાય છે કે એને જુદા પાડવો એ લગભગ અશક્ય વાત બની જાય છે.
જાહેર સભામાં કે મેળાવડામાં તમારું ગેરવાજબી રીતે અપમાન કરનાર તરફ પણ મધ્યસ્થવૃત્તિ રહે, એની વાત વિચા
Jain Education International
For Private & Personal Use Only
'WWW.jainelibrary.org