________________
ઉપસંહાર –
૧ માધ્યસ્થ (દાસીન્ય) –
ચેથી ગભાવના માધ્યચ્ચ અત્ર પૂરી થાય છે. એને ઉદાસીન ભાવ પણ કહેવામાં આવે છે. એને ક્વચિત્ ઉપેક્ષા ભાવનાના નામથી પણ સંબોધવામાં આવેલ છે.
આ ત્રણે શબ્દના ત્રણ જુદા જુદા ભાવે છે. તેનું પર્યાવસાન આખરે તે પોતાની જાતને સાંસારિક ભાવોથી દૂર રાખવામાં જ આવશે. ત્રણે દષ્ટિબિન્દુએ આપણે જરા તપાસી જઈએ.
ઉદાસીનભાવ-દાસી માં મુખ્ય ભાવ ચિત્તને અંદર ખેંચવાને છે. જ્યારે જ્યારે આનંદ અથવા શોકની વૃત્તિમાં કઈ પણ પ્રકારને ક્ષોભ થવાને પ્રસંગ આવે ત્યારે તે વૃત્તિ પર કાબુ રાખી એ વૃત્તિથી મનને–ચિત્તને પાછું ખેંચી લેવું એ ભાવ ઉદાસીનતામાં આવે છે. એક મોટો વરઘોડો નીકળે ત્યારે ઉદાસીન આત્માની આંખ ખુલ્લા હોય તો પણ એની નજર કાંઈ જેતી નથી. એના મન ઉપર કાંઈ અસર થતી નથી. એને ગમે તેવા આસજનના મરણથી ક્ષોભ થતો નથી. આ વૃત્તિ અને નિષ્ફરતામાં ઘણે ભેદ છે. ઉદાસીનતામાં તે તરફ લક્ષ્યને અભાવ છે, જ્યારે નિષ્ફરતામાં વૃત્તિને દારુ પાયેલું હોય છે.
માધ્યચ્ચ વૃત્તિમાં ક્રોધ કે રોષ કરવાને પ્રસંગ આવી પડે ત્યારે મનમાં શાંતિ રાખવાની મુખ્યતા છે. આમાં વૃત્તિમાં હલનચલન થાય છે, પણ ક્ષેભ થતા નથી.
ઉપેક્ષામાં એ તરફ ધ્યાન જાય છે પણ સહજ તિરસ્કારપૂર્વક એ બાબતની જાણે દરકાર નથી એવી વૃત્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org