________________
માધ્યસ્થ્ય ભાવના
૩૬૩
કાણુ ? તારું
રતાં પેટમાંથી પાણી પણ હાલે નહિ અને એની ચર્ચા કરતાં ઉશ્કેરણી થાય નહિ ત્યારે માચ્ચુ આવ્યુ' છે એમ સમજવું. એ મધ્યસ્થ વૃત્તિ આવે ત્યારે તે નીતિ ( પેાલિસી ) તરીકે નહિ પણ નૈસર્ગિક શુદ્ધ વિચારણાને પરિણામે આવવી ઘટે. એ વિચારકને એમ થાય કે તું અપમાન શું? તને માન કેવું ? જે સમાજ કે વલમાં તું માન માને છે તેની સ્થિતિ કેટલી ? તારી સ્થિતિ કેટલી ? અને જે માન મળશે તેને અને તારે, જ્યારે તું અહીંથી જઇશ ત્યારે, અને ત્યારપછી શા સબંધ રહેશે ? આવા આવા વિચારને પરિણામે એના મનમાં માધ્યસ્થ્ય આવે છે અને પછી ચિર અભ્યાસથી, વારંવારના આસેવનથી જામી જાય છે. છેવટે એ એને સ્વભાવ બની જાય છે. જ્યારે પ્રાણીમાં ધાર્મિક વૃત્તિ વધી હાય છે, પણ વિવેચનશક્તિ ખીલી હાતી નથી ત્યારે એ કેાઈને હિંસા કરતા સાંભળીને ઉશ્કેરાઇ જાય છે. શરૂઆતમાં ધાર્મિક વૃત્તિ સદા ઝનૂનનું રૂપ લે છે. કાઇ પણ પ્રકારના પાપને અટકાવવા પ્રયત્ન કરવાની પ્રત્યેક પ્રાણીની ફરજ છે, પણ પ્રયત્ન કરતી વખતે અથવા તેમાં નિષ્ફળતા મળ્યા પછી ચિત્તવૃત્તિ પર કાબૂ રાખવા એ મુશ્કેલ છે. એ ભાવ ચીવટથી આવે છે, ખીલવવાથી વધે છે અને અભ્યાસથી જામે છે. એ ભાવને માધ્યસ્થ્ય કહેવામાં આવે છે.
જ્ઞાનાવમાં શ્રી શુભચંદ્રગણુ બહુ સંક્ષેપમાં નીચેની વાત કરે છે.
क्रोधविद्धेषु सत्त्वेषु, निस्त्रिंशक्रूरकर्मसु । मधुमांससुरान्यस्त्रीलुब्धेष्वत्यन्तपापिषु ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org