________________
૩૫૨
સમજવાની કે કપવાની જિજ્ઞાસા રાખવી, સત્ય શોધવું–સાસ્યને નિર્ણય કર મુશ્કેલ છે એમ સમજવું. પોતાની માન્યતા સિવાય અન્ય સત્ય ન જ હોઈ શકે. એવા ધોરણથી વાત શરૂ ન કરવી. વિચારવાન સર્વને સમન્વય કરી શકે છે અને વિશાળતા પાસે સર્વ ખુલાસા શક્ય છે. પરિપૂર્ણ પ્રયાસ કરવા છતાં પણ વિચાર ઐક્ય ન જ થઈ શકે તે પણ પ્રેમથી છૂટા પડવું. ચર્ચા એ વિદ્વાની મેજ છે અને રમતનો નિયમ (Sportsman's spirit) એ છે કે હારે કે જીતે તે બન્ને પ્રેમથી ભેટીને હસ્તધૂનન કરી છૂટા પડે. આ વિશાળ ભાવ ખીલવવા જેવું છે. પ્રયાસ કરતાં ન સમજે તે પછી કર્તાશ્રી કહે છે તેમ “ ગુર્મ? આપણે શું કરીએ?” આ ભાવ રાખ. આ વિશિષ્ટ મધ્યસ્થ ભાવ છે. એને અમલ અત્યાર સુધીને ઈતિહાસ જોતાં મુશ્કેલ દેખાય છે, પણ સુખને માટે જરૂરી છે, ઉપગી છે, આદરણીય છે. - પ. આ સંસારમાં તું નકામે મુંઝાય છે. વાત એમ છે કે પ્રત્યેક પ્રાણીનું મન અમુક વિકાસક્રમમાંથી આવેલું હોય છે એટલે એને જેવા સરકારે પડ્યા હોય અને અહીં એણે જે વિશેષ સંસ્કારો મેળવ્યા હોય તેને અનુસરીને એ ચાલ્યો જાય છે. મનને જે રસ્તે જવાનું હોય ત્યાં તે જાય છે અને એની અટકાયત અશક્ય છે અથવા મુશ્કેલ છે.
આ વાત ઘણી સરળ છે. તમે કોઈ પણ મનુષ્ય માટે કહેવા ધારો કે અમુક સંગમાં તે કેમ વર્તશે? તો જે તમારે તેને પરિચય હોય તો બરાબર કહી શકશે. એકને માટે તમે કહેશે કે એ પ્રાણાંતકષ્ટ પણ જૂઠું નહિ બોલે, બીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org