________________
માધ્ય રચ્યભાવના
૩૫૧
જેઓ ઉત્સુત્ર ભાષણ કરે છે તે સુંદર દૂધ તજી દઈને “મૂત્ર’ પીએ છે એવો શબ્દપ્રયોગ શ્રીમાન વિનયવિજયજી મહારાજે કર્યો છે. મને લાગે છે કે સૂત્ર (પંક્તિ બીજીમાં) ની સાથે અનુપ્રાસ મેળવવા એ પ્રયોગ કર્યો હશે. બાકી આવા અનુપમ ગ્રંથમાં એવા શબ્દપ્રયોગને સ્થાન ન ઘટે. કદાચ એવો શબ્દપ્રયોગ એમના વખતની પ્રચલિત ભાષામાં અશિષ્ટ નહીં ગણાતે હોય. સૂત્ર ઉસૂત્રની વાત આવે ત્યાં આકરે ભાષાપ્રયેગ કરવાથી મધ્યસ્થ ભાવ પોષાવાને બદલે હાનિ પામત–આઘાત પામતો લાગે છે.
જે અનુપમ ભાષાશૈલીમાં આ ગ્રંથ લખે છે એને અનુરૂપ આ ઉક્તિ નથી એટલું અત્યંત ક્ષોભ સાથે લખવાનું ધાર્ય કરવું અપ્રાસંગિક લાગે છે. સાહિત્યની ભાષામાં એને હીનેપમા’ કહેવાય. શાંતરસના પરબ મંડાયા હોય ત્યાં એ દુર્ગધ ન ઘટે, આ મારો પોતાનો મત છે.
ધર્મચર્ચા, તત્વનિવેદન કે વ્યાતિવિશિષ્ટ વાયચર્ચા ચાલતી હોય ત્યારે મનની સ્થિરતા ખૂબ રાખવી. વ્યવહારમાં પણ ઉશ્કેરાઈ જવાની વાત વયે ગણાય તે ધર્મચર્ચામાં તે સવિશેષ વર્ય ગણાય. અને ધર્મચર્ચામાં હકીકતની અગત્ય કદી
ખ્યાલ બહાર ન જવા દેવી. કેટલાક ગચ્છભેદના ઝગડાઓ વર્ષો સુધી અને કેટલાક તે સેંકડો વર્ષ સુધી ચાલ્યા છે, પણ એમાં તત્ત્વન–મુદ્દાને સવાલ જ હોતું નથી, વિધિમાર્ગને ઝગડે કરવો એ વિશાળ જેને તત્ત્વજ્ઞાનના દષ્ટિબિંદુએ સમજવાની અ૯પ શક્તિ બતાવે છે.
ગમે તેવા ધર્મચર્ચાના પ્રસંગો આવે ત્યારે મનને સ્થિર રાખવું, સમજવા માટે ખુલ્લું રાખવું, સામાના દષ્ટિકોણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org