________________
૩૫૦
શ્રી શાંતસુધારાસ
અહીં ઉસૂત્રને અંગે ઘણું વિચારવા લાયક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. દરેક દર્શનમાં અમુક મૂળ મુદાઓ હોય છે. આત્માની હયાતી, પરભવ, કર્મ, આત્માને અનાદિ સંબંધ અને પ્રયાસથી કર્મથી મુક્તિ વિગેરે મૂળ બાબત છે. જીવ અને જગતને સંબંધ, નિદને સિદ્ધાન્ત એ મૂળ બાબત છે. આવી બાબતમાં જે સમજી-જાણી વિરુદ્ધ વાત કરે તે ઉત્થાપક ગણાય છે. એવા પ્રાણીને સમજાવવા પ્રયત્ન કર, એની પાસે દલીલે કરવી અને એને મૂળ સિદ્ધાન્તો સમજાવવા છતાં તે ન સમજે તે પછી તેની સાથે કષાય ન કરે. તેની ભવસ્થિતિ પાકી નથી એમ વિચારવું. આપણું કર્તવ્ય સમજાવટથી પૂરું થાય છે.
વિધિ–સાધનધર્મોની બાબતમાં વિચાર કરી એક માર્ગ સ્વીકારવો, પણ સામાન્ય બાબતમાં મતભેદ પડે તો તેથી ઉશ્કેરાઈ જવું નહિ. ઘણીખરી વાર એમાં દ્રષ્ટિબિન્દુને જ તફાવત હોય છે. કોઈ પ્રાણું વ્યાખ્યાન કરતી વખતે મુહપત્તિ બાંધવા ઈચ્છતા હોય અને અન્ય તે બિનજરૂરી ગણતો હોય તે પોતાને અભિપ્રાય શાંતિથી જણાવ, પણ કદી સામા મરચા માંડવા નહિ. એમાં મુદ્દાને સવાલ જ નથી અને મતભેદને અવકાશ હોય ત્યાં “ઉત્થાપક, મિથ્યાદષ્ટિ કે ઉસૂત્રપ્રરૂપક” એવા આકરા શબ્દને ઉપગ કરી બેસો નહિ. ગચ્છના ભેદ પડ્યા છે તે આ વિશાળ દષ્ટિની ગેરહાજરીમાં પડ્યા છે. એમાં તત્વ જેવું કાંઈ નથી. કોઈ ચોથને સ્વીકાર કરે છે કે પાંચમને સ્વીકાર કરે અને કોઈ ઈરિયાવહિયા આગળ પાછળ કે બને વાર બેલે, એમાં મૂળ મુદ્દાને કાંઈ સવાલ નથી. બનતે સમન્વય કર, પડેલા ભેદો ઓછા કરાવવા પ્રયત્ન કરવો પરંતુ મુદ્દો કદી ચૂકવો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org