________________
માધ્યભાવના
૩૭
એટલે તેને પરચિંતા કરવી ગમશે જ નહિ. વળી તે વિચાર કે એવી ટીકા કરનારા કેરડા મેળવે છે તે તારે કેરડા મેળવવા છે કે આંબાના ભેગી થવું છે?
અર્થ વગરની પરચિંતા કરનારને ઉદાસીનતા પ્રાપ્ત થતી નથી, એ તે નકામે વ્યવસાય છે. મધ્યસ્થ વૃત્તિ રાખનારને પરચિંતા કરવી જે નહિ, એના ઉચ્ચ ધોરણ પાસે એ વાત પાલવે નહિ. એ માર્ગે લાવવા પ્રયાસ કરે પણ ચિંતા ન કરે. ચિંતાને તો વ્યવહારમાં ચિતા સમાન કહી છે અને ઘણા પ્રાણીઓ લેવાદેવા વગર પારકી ચિતામાં પિતાની જાતને હમે છે. ઉદાસીન આત્માની એ દશા ન હોય.
શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે માયાની સઝાયમાં કુસુમપુરના શેઠને ઘેર ઉતરેલા બે સાધુઓ–એક તપસ્વી અને બીજા મોકળા(શિથિળ)નું દષ્ટાન્ત આપ્યું છે. તપસ્વી સાધુ પિતાથી ઉતરતા સાધુની નિંદા જ કર્યા કરે છે અને શિથિળ સાધુ તપસ્વીના ગુણ ગાય છે. આમાં તપસ્વીને ભવ દુસ્તર કહ્યો અને શિથિળને ખરે ત્યાગી કહ્યો. આપણું ચાલુ ગાથામાં એ તપસ્વી હોય તેને કેરડો મળે અને એ શિથિળ હોય તે આંબાનાં ફળ મેળવે.
અહીં ચિંતાની વાત કરી છે તે કેટલીક વાર નિષ્ફળ હેવા છતાં ઘણું વખત મૂળમાં સારા આશયથી થયેલી હોય છે. પાપી, દ્વેષ, દુરાચારીને જોઈ ચિંતા કરવી એ એક નજરે સારી લાગે, પણ નિરર્થક હેઈ નકામી છે. પ્રયાસ કર્યા પછી વાત છોડી દેવાને અહીં ઉદેશ છે. ચિંતા કરી શક્તિને વ્યય કરો નહિ એ સીધો ઉપદેશ છે. મનની સ્થિરતા એ સાધ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org