________________
૩૫
' જે, વાત એવી છે કે તું સાંભળીશ તે તને નવાઈ લાગશે, પણ ખરેખર સાચી વાત છે અને તે એ છે કે એક પ્રાણી મટી મેટી વાતો કરે છે પણ સરવાળે માત્ર કેરડે મેળવે છે અને બીજો મોટી વાતો કરતો નથી પણ આંબાનાં ફળ (કેરીઓ) મેળવે છે. આ કેયડે છે તે ઊકેલીશ તો તને ઉદાસીન ભાવના સ્વરૂપને અનુભવ થશે. વાત કરવી એ એક હકીકત છે અને ખરો લાભ મેળવો એ તદ્દન જુદી જ હકીકત છે. વાતે કરવાથી મોક્ષ મળી જાય તેમ હોય તો મારા તારા જેવા ક્યારનીયે ત્યાં પહોંચી ગયા હેત ! પણ સાચી વાત કરજે. કદી મેક્ષ જવાની સાચી ઈચ્છા થઈ છે? કદી પૂર્ણ ગંભીરપણે મોક્ષ જવું જ છે એ વિચાર થયે છે ખરો? બરાબર મનને પૂછીશ તો જવાબ મળશે કે–ખાતાંપીતાં મોક્ષ મળી જાય તેવું હોય તો ભલે મળે, એવી વાત ઊંડાણમાં હશે. એની બે કસોટીએ પૂછું ?
મોક્ષનાં ગાડાં બંધાતાં હોય તે તેનું ભાડું ઠરાવવામાં ખેંચતાણ કરે કે જે માગે તે આપીને તે ગાડીમાં ચઢી બેસે ?
મોક્ષમાં કાંઈ ખાવાપીવાનું મળવાનું નથી, ત્યાં દરરેજના છાપાં આવવાનાં નથી, ત્યાં રંગરાગ નથી–વિગેરે સ્થિતિને વિચાર કર્યો છે?
આ તદ્દન નિર્માલ્ય લાગતા સવાલે ખબ મહત્ત્વના છે. એમાં ખૂબ રહસ્ય છે અને એકાંતમાં બેસીને ચેતનની સાથે વાતે ર્યા વગર એનું રહસ્ય સમજાય તેમ નથી.
વાત એ છે કે ઘણું બેલનાર કેટલીક વાર સમયને મિથ્યા વય જ કરે છે. એની વાત સાંભળે તો આનંદ થાય, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org