________________
જ
અથવા તું પરભાવની ચિંતા કર્યા કરે છે. ધન, શરીર વિગેરે સર્વ પરવસ્તુઓ છે. પર સંબંધી વિચારણા તે પરવિચારણા છે અને પરભાવમાં રમણ કરવું એ પણ પરરમણ છે. પર એ નિરંતર પર છે, ક્રોડ ઉપાયે પણ પર એ પોતાનું થનાર નથી એમ જાણવા છતાં આ બન્ને પ્રકારની પરચિંતા” તું કરે છે તે છેડી દે. આ વિકલ્પજાળે નિરર્થક છે, એકાગ્રતાના વિઘાતક છે અને તેને નીચે ઉતારનારા છે.
તું તારા પોતાના અવિકારી તત્વને વિચાર. તું પોતે જ અસલ સ્વરૂપે તદ્દન વિકાર રહિત, સચ્ચિદાનંદમય, પરબ્રહ્મસ્વરૂપ, તિર્મય, નિરંજન, નિરાકાર, અનંત જ્ઞાનાદિમય છે એને તું ચિંતવ. દુઃખની બાબત એ છે કે તારી સાથે એ સંબંધી વાત કરતાં પણ જાણે એ કોઈ અપર પુરુષ હોય, જાણે કોઈ દૂરને સહજ ઓળખાણવાળો હોય એવા શબ્દોમાં વાત કરવી પડે છે. તારી પોતાની વાત કરતાં તેને કહેવું પડે કે તું તારો વિચાર કર એ ઘણું શરમની વાત છે. એમાં કહેનાર કે સાંભળનારની શોભા નથી, છતાં તેને સાફ કહી દેવાની જરૂર છે કે તું તને ઓળખતા નથી, ઓળખવા પ્રયત્ન પણ કરતું નથી, એની સાથે એકાંતમાં વાતો કરતા નથી, એને પરિચય કરતો નથી, એની સાથે કદી સ્વરૂપ સામ્ય સાધતો નથી.
વિકાર એટલે સમુદ્દભવ ને વિગમ, ઉત્પત્તિ ને નાશ, જમે અને ઉધાર. આવા પ્રકારના વિકાર વગરને તું છે. તે પોતે અવિનાશી—શાશ્વત છે, પણ તે તારા સ્વરૂપને તેં અનુભવ્યું, જીન્યું વરાયું નથી. એને તું વિચાર, એને અભ્યાસ કર અને એમાં મગ્ન બની જા.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org