________________
મધ્ય ભાવગ્ના
૩૩
તેમ નથી, એમાં ખરી મજા કદી નહિ આવે. આ વિષય બુદ્ધિવિલાસ કરવા જેવું નથી, એ તો જાતે અનુભવવા જેવા છે અને અનુભવીને જીવવા જેવું છે. અનુભવ કરે એટલે એકાદ વખત અનુભવ કરીને પાછા જ્યાં હતા ત્યાં જઈને બેસવું એવો અર્થ નથી. એનો દરજ અનુભવ–અભ્યાસ કરવા યોગ્ય છે. તેની જેમ ટેવ પડશે એમ એ જામશે, જામશે એટલે રાગદ્વેષ ખસતા જશે, એ ખસશે એટલે સ્વરૂપાનુસંધાન થશે અને તેમ થયું એટલે કુશળ સમાગમ થશે. આ વિશિષ્ટ સુખને અનુભવ સદા કરે, એનાથી આંતરપ્રદેશને રંગી દો અને ચિત્તને પ્રવાહ એ માગે વહેવા દે. પછી એને આનંદ જેજે.
૨. કર્તા કહે છે કે–તને એક તદ્દન રહસ્યની વાત કહેવાની છે અને તે પર તારે ખૂબ વિચાર કરવાનો છે. તેને એમાંથી આ આખી ભાવનાનું આંતરરહસ્ય પ્રાપ્ત થશે પણ તે ખૂબ વિચારણાથી જ મળશે.
તું ખૂબ પચિંતા કરે છે તેને છોડી દે. પરચિંતા એટલે પારકાની ચિંતા. તું તારી સંતતિની અથવા તારા સંબંધીની ચિંતા કરે છે, તેઓના અનેક પ્રસંગે, તેમની તંદુરસ્તી વિગેરે અનેક બાબતોની તું એટલી ચિંતા કરે છે કે એને પરિણામે તને તારો પોતાનો વિચાર કરવાને સમય જ મળતું નથી. ઉપરાંત તે દેશના બનાવોની, રાજદ્વારી ખટપટેની, રશિયામાં આમ બન્યું અને આયર્લંડમાં તેમ બન્યું, સમાજવાદીઓ આમ ફાવ્યા અને સામ્યવાદીઓ એમ ફટકાયા, હર હીટલરે આમ કર્યું અને સ્ટેલીને તેમ કર્યું–આવી આવી નકામી ચિંતા કરે છે, પણ એમાં તારું સ્થાન શું અને તે પોતે ક્યાં ઘસડાય જાય છે? તેને વિચાર જ કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org