________________
૩૪૨
શ્રી.શાંતમુખ્તારન્સ
મેાક્ષતુલ્ય સ્વભાવપ્રાપ્તિ થતી હાવાથી એને આ વિશેષણુ ચેગ્ય રીતે અપાયું છે.
ખીજું એ ઉદાસીનતા આગમના સાર છે. સુવિહિત શાસ્ત્રોનુ એ રહસ્ય છે. આગમ ગ્રંથામાંથી તારવી કાઢેલ માખણ છે. બહુ શાસ્ત્રગ્રંથ વાંચી લખી છેવટે પવસાન પામવાનું સ્થાન આ આદાસીન્ય ભાવમાં આવે છે. ઉપાધ્યાય શ્રી યશે વિજયજીએ જીવનને અંતે જ્ઞાનસાર ’ લખ્યા. એમાં આખા આ ભાવ મતાવ્યા છે અને ‘ ઉપશમસાર છે પ્રવચને ’ એ વાત એમણે એકથી વધારે સ્થળે કરી છે. એના આ સાક્ષાત્કાર કરાવનાર વિશેષણ છે.
છેવટે એ ઉદાસીનતા ઈષ્ટ ફળ આપનાર કલ્પવૃક્ષ છે. એ વૃક્ષ પાસે જઇ જોઇએ તે માગેા તે મળે. એ જ મિસાલે માસ્થ્ય વૃત્તિ એક વખત પ્રાપ્ત થાય તેા પછી ગુણુવિકાસને અંગે જે માગે! તે મળે તેમ છે. ઉદાસીનભાવ સમજનાર કાંઇ પૈસા, ઘરબાર કે સ્ત્રી તે માગે જ નહિ, એને તા ગુણવૃદ્ધિ જ ઇષ્ટ હાય અને ઉદાસીનતામાં એવે ચમત્કાર છે કે એ ખરાખર જામેલ હોય તે સર્વ ઇષ્ટ ગુણા એની પછવાડે જરૂર ચાલ્યા આવે છે.
આ ત્રણ વિશેષણયુક્ત ઔદાસીન્ય ભાવ જે ખરેખર પ્રધાન સુખ છે, અપરિમિત આનંદમય છે, આંતરવૃત્તિના શાંત પ્રવાહ છે તેના તું જરા અનુભવ કર, એને જરા સેવી જો, એને જરા વ્યવહારુ આકારમાં પેાતાનેા અનાવ.
જગતમાં અનુભવની બલિહારી છે. વાતો ગમે તેટલી કરવામાં આવે કે તે પર મોટા લેખા લખવામાં આવે એમાં કાંઇ વળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org