________________
૨૪૦
શ્રી શાંત ધારસ
લાદક છે કે એના સુખ ઉલ્લાસની લહરીમાં પ્રાણી સંસાર સમુદ્રતરી જાય છે. એને સંસારનાં મેજાએ ધક્કેલે ચઢાવી શક્તા નથી, પણ એને આ ઉદાસીન ભાવરૂપ જે સ્ટીમર કે ત્રા મળે છે તેની સહાયથી એ આનંદતરંગને હીલોળે ચઢે છે અને આનંદના પ્રવાહમાં તરતો તરતે મુક્તિ સુધી પહોંચી જાય છે. આટલી હદ સુધી કેમ વધી શકાતું હશે તેને ખ્યાલ કરવો હોય તો એક વાર ઉદાસીન ભાવ રાખવા પ્રયત્ન કરે, ગમે તેવા ઉશ્કેરણીના પ્રસંગે પણ વૃત્તિ પર સંયમ રાખે અને પછી એના પરિણામ તપાસે તે જરૂર લાગશે કે એ મેક્ષસુખની વાનકી છે. આટલી વાનકીનું આસ્વાદન થાય તે પછી માર્ગ ઘણે સરલ છે.
માધ્યચ્ય –
ગેયાષ્ટક પરિચય – ૧. ચાલુ દુનિયાના વ્યવહારમાં જે પ્રાણીઓ અતિ નીચા ઉતરી ગયેલા હોય, જેમનું નીતિ કે વર્તનનું ધોરણ અસત્ય કે અપ્રમાણિકપણા પર રચાયેલ હોય, જેઓ જીવવધને શાક સમારવાની ક્રિયા સમાન ગણતા હોય, જેઓ પરધન હરણ કરી વ્યવહાર ચલાવતા હોય એવા અનેક પ્રાણીઓ તરફ સમભાવ રાખવો. ધર્મના માર્ગનું ઉલ્લંઘન કરનારા હોય, મતિકલ્પનાથી ધર્મની સ્થાપના કરનારા હોય, આત્માની હયાતી પણ ન સ્વીકારનારા હોય, કર્મ, પરભવ કે મેક્ષને સમજવાનો યત્ન પણ ન કરનાર હોય અને ઉપદેશ આપનાં રને હચકારા, જંગલી કે બાયલા બબુચક ગણતા હોય તેવા પ્રાણીઓ તરફ પણ સમભાવ રાખવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org