________________
૩૩૮
બીજાતસુધાસ
નિર્માલ્ય હોય છે, વિશાળતાની આવડતના અભાવમૂલક હોય છે અને વ્યવહારુબુદ્ધિ, ધર્માભ્યાસ અને અન્યના દષ્ટિબિન્દુઓ સમજવાની આવડત હોય તે સમન્વય કરી શકાય તેવા હેાય છે. સમન્વયની કળા ન આવડે તે પણ ઉકેરણ ન જ જોઈએ. મંદિર–મૂર્તિને સાધનધર્મ માનનારાઓ સ્થાનક પાસે ઊભા રહી વરઘોડામાં ન છાજતાં ગાન કરે કે ખરતરને ગધેડા કહેવામાં આવે એમાં સામાન્ય સભ્યતા નથી, જેનત્વ નથી, વ્યવહારદક્ષતા નથી અને પ્રસ્તુત એગભાવનાને તદ્દન અભાવ છે.
ધર્મમતભેદપ્રસંગે તથા ધર્મોપદેશનું કાર્ય કરતાં માધ્યસ્થ ભાવ રાખવાની જરૂર છે. જેને ધર્મ અસ્થિમજ્જાએ જામે હોય તે જ મધ્યસ્થ રહી શકે છે. જેના દર્શનનું આ વિશિષ્ટ તત્ત્વ વિશાળ દષ્ટિ વગર પ્રાપ્ત થાય તેમ નથી. ઘણી વખત તો ઉત્સાહ કે લાગણીને વશ થઈ દક્ષિણ કે જેને ભાંડણ” કહે છે તે કરવામાં ધર્મરાગ મનાય છે. આ સરિયામ ખોટી માન્યતા છે અને જેનદર્શનના પ્રાથમિક જ્ઞાનને પણ અભાવ બતાવે છે. પ્રચારક અને ઉપદેશકે તો અખંડ શાંતિ રાખવી ઘટે, મધ્યસ્થ વૃત્તિને ખાસ કેળવવી ઘટે અને ઉપાય કરવા છતાં ઉપદેશ ન લાગે તેવા પ્રાણુ તરફ ઉદાસીન ભાવ રાખવો ઘટે. આ પ્રયોગ જરા મુશ્કેલ છે પણ ખાસ જરૂરી છે અને ધર્મની વિશાળતા સિદ્ધ કરી બતાવનાર છે.
રુ (૫) આ પ્રમાણે હકીક્ત હોવાથી સંતપુરુષે ઉદાસીનતારૂપ અમૃતના સાર તત્વને આસ્વાદે.
“આ પ્રમાણે” એટલે ઉપર જે હકીકત રજૂ કરી તે કારને ધ્યાનમાં લઈને પ્રાણી ઉદાસીનતા ધારણ કરે. અહીં પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org