________________
માધ્યભાવના
૩૦૭,
જબરીથી બેસાડવાનું એનું કામ નથી. મારી પીટીને ધર્મ કરાવાતા નથી, દબાણથી ધર્મ થઈ શકતો નથી, ફેસલાવવાથી ધર્મ થતો નથી, લાલચથી ધર્મ થતો નથી અને એવી બળજેરી, ધમકી કે લાલચથી કરાવેલ ધર્મ લાભકારક પણ થતું નથી.
પ્રચારકે પિતાનું કાર્ય જરૂર કરવું, પણ સાંભળનાર તેની વાત ન સ્વીકારે છે તેથી ગુસ્સે ન થઈ જવું, પોતાની વૃત્તિમાં ફેરફાર ન થવા દે. પ્રચાર કરનારનું આ ક્ષેત્ર છે અને પિતાના ક્ષેત્રની બહાર એ જેટલું જાય તેટલે તે પાછો પડે છે. કેટલાક પાદરીઓ-કાજીઓ ધર્મમાં વટલાવવા જે કાર્ય કરે છે તેમાં જે અયોગ્ય તત્ત્વ છે તે આ રીતે વજર્યું છે. પ્રચાર કરનારની ફરજ ઉપદેશથી પૂરી થાય છે. પ્રાણી સંસ્કારબળે ન સુધરે તે તેને અંગે વૃત્તિમાં વિક્ષેાભ થવા દેવો ન ઘટે.
ધર્મની બાબતમાં મિથ્યા માન્યતાવાળા હોય તેને ગમે તેવા અયોગ્ય શબ્દોથી લાવવાની રીતિ અનેક રીતે ગણાય છે. આ વર્તમાન સમયમાં કોઈ ગમે તેવી માન્યતા રજૂ કરે તો તેમાં રહેલું અસત્ય સમજાવવા માટે પ્રયાસ કરવો, ચર્ચા કરવી; પણ હલકા શબ્દો બોલવાની રીતિ યોગ્ય નથી. એમ કરવાથી તો પિતાને વિકાસ પણ અટકી જાય છે. ઉપદેશ–પ્રચારકાર્યમાં મધ્યસ્થ ભાવ તજાઈ જવાનો ભય વધારે છે. ધર્મપ્રેમ જ્યારે ઝનૂનનું રૂપ લે છે ત્યારે બહુ નુકસાન કરી મૂકે છે. આ બીજી ચેતવણી.
ધર્મના નાના નાના તફાવતમાં કે સાધનધર્મોમાં માધ્યસ્થતા બઈ બેસવી એ તો જૈન ધર્મના સામાન્ય જ્ઞાનને પણ અભાવ બતાવે છે. ગચ્છ અને પેટાગડેના મતભેદો તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org