________________
૩૩૬
શ્રશાંતસુધારસ કરે છે. એ કોમળ-મધુર ભાષામાં ધર્મનું શિક્ષણ આપે છે. એ બેલે છે ત્યારે મહાનુભાવ” “દેવાનુપ્રિય” “ભવ્ય સત્વ” એવા સુંદર શબ્દોથી આમંત્રણ કરે છે. એમને ભાષાપ્રયોગ અતિ મધુર, એમની ઉપદેશશેલી સચોટ, સીધી અને હદયંગમ હોય છે. એમને ઉપદેશ સર્વ પ્રાણીઓ સમજી શકે તે સરળ માર્ગગામી અને હિતાવહ હોય છે. એ સંસારનું સ્વરૂપ, કર્મનું સ્વરૂપ, મેક્ષનું સ્વરૂપ, જીવ અને કર્મને સંબંધ અને કર્મ અને પુરુષાર્થને સંબંધ વિગેરે અનેક બાબતે બરાબર રીતે પ્રેમપૂર્વક–પ્રેમ ઉપજાવે તેવી ભાષામાં અને પ્રાણીનું હિત થાય તે દ્રષ્ટિ ધ્યાનમાં રાખી પ્રકટ કરે છે અને તેમના ઉપદેશને અનુસરીને પ્રાણીઓ આ દુસ્તર ભવસમુદ્ર તરી જાય છે. આ તેમની પ્રચારપદ્ધતિ ખાસ અનુકરણીય છે. તેમાં નીચેના મુખ્ય તત્ત્વ આકર્ષક છે.
તીર્થકરની ભાષા સર્વ સમજી શકે તેવી સરળ હોય છે. તીર્થકરની ભાષા અત્યંત મધુર હોય છે. તીર્થકરની ભાષા આક્ષેપ રહિત હોય છે.
પ્રત્યેક પ્રાણી એમ સમજે છે કે એને પિતાને ઉદ્દેશીને જ ભગવાન ઉપદેશ આપે છે.
ઉપદેશને સ્વર મધ્યમ અને વાણી જનગામિની હોય છે. વાણીના પાંત્રીશ ગુણ છે તે પૈકી મુદ્દાના ગુણે અત્ર બતાવ્યા છે. આ તત્વ પ્રચારકાર્ય કરનારે ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે, એમાં ભાષાની મધુરતા અને સચેટ શૈલી ઉપરાંત સહિબગુતાનું તત્ત્વ ખાસ ખીલવવા ચોગ્ય છે. પ્રચારકાર્ય કરનારનું કામ પ્રચાર કરવાનું છે. કેઈના માથા ઉપર પોતાને મત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org