________________
માધ્ય રચ્યભાવના
૩૩૫ અસ્થિર થવા ન દેવું. નિજીવ બાબતેના ઝગડા ઉપસ્થિત કરી સમાજના ટુકડા કરાવનાર તરફ અંતે ઉદાસીન ભાવ રાખવો. રાગદ્વેષના વમળમાં પડી ગયા પછી બહાર તરી આવવું ઘણું મુશ્કેલ છે અને ધર્મની બાબતમાં અવ્યવસ્થિત ઉપદેશ કરનાર કે સાધન ધર્મોનાં નિરર્થક ઝગડા કરનાર તત્વ સમજ્યા નથી એમ વિચારી એમના અલ્પજ્ઞતા તરફ દયા ધરાવવી. મહાવિશાળ દષ્ટિબિન્દુઓની સાપેક્ષ દષ્ટિવાળા આદર્શમાં ભિન્ન ભિન્ન ધર્મના મુખ્ય મુખ્ય મુદ્દાઓ સમજાવી શકાય છે, અને તેમને સમન્વય કરી શકાય છે. એ માટે બને તેટલે પ્રયત્ન જરૂર કર્તવ્ય છે, છતાં વિશાળ દષ્ટિને અભાવે કે અપેક્ષા સમજવાની બનઆવડતને કારણે કોઈ સામે પડે તે વીર પરમાત્માનું દષ્ટાંત વિચારવું, અંતરથી મધ્યસ્થ ભાવ રાખો તેમજ કોઈ પણ બાબતને અંગત ન બનાવતાં પોતાના કાર્યમાં જરૂર મશગુલ રહેવું અને તેમ કરતાં સામે પડનાર પર ઉદાસીન ભાવ રાખવાનું ચકવું નહિ.
. (૪) મિથ્યા ઉપદેશ કરનારા તરફ ઉદાસીનતાની બાબત વિચારી, હવે પ્રચારકાર્યમાં પણ મધ્યસ્થ વૃત્તિ રાખવાની અતિ જરૂરી બાબત કહે છે. ત્યાં પણ તીર્થકર મહારાજની પોતાની સ્થિતિ જ વિચારવાથી આપણને દષ્ટાન્ત મળે છે.
તીર્થકર મહારાજમાં ત્રણ જગતને વિજય કરવા જેટલું બળ હોય છે. તેમના સંબંધમાં અંતરાય કમ સર્વથા ક્ષય પામેલ હોય છે. એવા તીર્થકર દેવ પણ ધર્મપ્રચાર બળજેરીથી કરતા નથી. એ કોઈને પરાણે ધર્મ પળાવવા પ્રયત્ન કરતા નથી. એ પોતાની શક્તિને કે વૈભવને કશે ઉપગ કરી ધર્મપ્રચાર કરતા નથી. એ તો શુદ્ધ ધર્મનું સ્વરૂપ પ્રગટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org