________________
૩૩૪
શ્રી શાંતસુધારસ
. આ એને આખે મતિ ભ્રમ હતો. એને પૃથકકરણ કરતાં આવડવું નહિ. સંથારે કરવાની ક્રિયાના અવયવો પાડીને એ પ્રત્યેક નાના અવયવને એ સિદ્ધાન્ત લાગુ કરત તો એ સમજી શક્ત, પણ તાવના જોરમાં એને ભ્રમ થયો અને વીરને સિદ્ધાન્ત ખેટે છે એવાં તર્કને એણે સિદ્ધ મા. - આ શાસ્ત્રીય વિષયને વધારે લંબાવ સ્થળસંકોચને કારણે ઉચિત નથી. તે વાતને સાર એ છે કે પિતાને શિષ્ય અને સંસારપક્ષે જમાઈ જમાલી હતો એને એના ખોટા સિદ્ધાંતથી રેકવાને ભગવાન પોતે શક્તિવાન ન થયા. આમાં અશક્તિને સવાલ નથી, પણ ગાઢ મિથ્યાત્વમાં પડેલાની કદાગ્રહવૃત્તિનું જ્ઞાન પિતાને હતું તેથી એની ભવસ્થિતિ સમજી ભગવાન ઉદાસીન રહ્યા. ને આવી રીતે ઉત્સત્ર બોલનાર. ધર્મને વગોવનાર અનેક પ્રાણી તરફ ખેદ થાય તેવું છે. કેટલાક ધર્મને નામે દુકાનદારી ચલાવે છે, કેટલાક ધર્મને નામે રળી ખાય છે, કેટલાક ધર્મ–સિદ્ધાન્તોને મરડીમચડી પિતાને અનુકૂળ અર્થ કરે છે અને કેટલાક અનેક પ્રકારે ધર્મ સાથે ચેડાં કાઢે છે; પણ આપણું ગજું શું? આપણને સાંભળનાર કોણ છે? બનતા શાંતિમય પ્રયાસ કર્યા પછી નિરાધ ન થાય તો વિચારવું કે જે કાર્ય ભગવાન પોતે ન કરી શક્યા તે તું કેમ કરી શકે? I ! મતલબ એવા ધર્મને મલીન કરનાર તરફ પણ માધ્યચ્ચ ભાવ રાખે. એ એના કર્મને વશ છે અને એવી બેટી પ્રરૂપણ કરનાર કે સમાજને સમજણ વગર ચકરાવે ચઢાવનાર જરૂર પોતાનાં કર્મફળ ભગવશે એમ વિચારી પિતાના મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org