________________
૩૦ર
શ્રીબ્રાંતસુધારસ આવા પ્રકારની વૃત્તિ એ ઉદાસીનતા છે. એ જાતે વિદ્વાન છે, કર્મને ઓળખનાર છે અને કર્મના બંધ ઉદયાદિ ભાવોને સમજનાર છે. એને વિવિધતામાં નૂતનતા લાગતી નથી. આ દશા ઉદાસીન આત્માની હોય.
ખાસ કરીને શિયાળ છતાં સિંહના ટોળામાં સિંહનું ચામડું ઓઢી સિંહ તરીકે પસાર થનારા દંભી કાર્યવાહકો અને રાગદ્વેષમાં રાચીમાચી રહેલા ઉપદેશકો, આદર્શ કે ભાવના વગરના સંન્યાસી સાધુઓને જોઈ ખેદ થાય છે; પણ એવા વખતે પણ ઉદાસીનતા ધારણ કરવી અને મર્મભેદી કમેની સ્થિતિ વિચારવી એ જ કર્તવ્ય છે. કર્મ અનેક પ્રકારના ના કરાવે છે, એમાં કયાં રાજી થવું અને કયાં ખિન્ન થવું ?
આમાં પ્રયત્ન કરવાને, માર્ગપ્રાપ્તિ કરાવવાનો નિષેધ નથી; પણ પ્રયત્ન છતાં પ્રાણી ન સુધરે તો પિતાના ચિત્તમાં વિક્ષેપ થવા ન દેવો અને રાગ કે દ્વેષની પરિણતિ ન થઈ જાય તે બાબત પર ધ્યાન રાખવું. આવા પ્રકારના મનના વલણને ઉદાસીન” વિશેષણ અપાય છે.
. (૩) સમજુ માણસને ઉદાસીન ભાવ કે રાખવો ઘટે તે વાત શ્રી વીર પરમાત્મા અને જમાલીના દષ્ટાંતથી સમજાવે છે.
અનંત જ્ઞાનના ધણું અને જાતે સબળ હોવા ઉપરાંત અનેક સહાયસંપન્ન પણ અમુક સંગમાં કેવું વલણ ધારણ કરે છે તે વિચારો. જમાલિ ભગવાનની પુત્રીને પતિ એટલે પિતાને સંસારીયક્ષે જમાઈ થાય. એણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, ખબ અભ્યાસ કર્યો, વિદ્વાન થયે.
કરે છે તે વિચાર પણ અમુક સાચા સબળ હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org