________________
માધ્યભાવના
૩૩૧ રહ્યું છે. આવા અનેક પ્રાણીઓ અને તેમનાં વિવિધ વર્તન વિચારતાં કેના ઉપર રાજી થવું? અને કેના ઉપર રીસ કરવી? આ વાતમાં કોઈ રસ્તો નીકળે તેમ નથી.
જે પ્રાણ પિતાનાં કાર્યો પર કાબુ રાખી શક્ત હોય તે જુદી વાત છે, પણ પુરુષાર્થ કરનાર સિવાયનો મોટો ભાગ પરાધીન હોય છે, કેઈનો નચાવ્યે નાચનાર છે અને જન્મ પહેલાં તેમજ મરણ પછી અંધકારના પડદા પછવાડે પડેલ છે.
આમાં પ્રશંસા કે નિંદા કેની કરવી ? આ વખતે વિચારણાને પરિણામે જે મનની સ્થિતિ થાય તેનું નામ ઉદાસીનતા. એ કમની રમત જુએ એટલે એ દારુડીઆને ગટરમાં પડતા જે નિંદા ન કરે, કે સારી રીતે કપડાં પહેરેલા આકૃતિવાન ગૃહસ્થને જોઈ પ્રશંસા ન કરે. એ કર્મનાં પરિણામ જાણે, જાણીને અનુભવ અને અનુભવીને મનમાં ખરી વાત સમજી જાય.
આ પ્રાણી માધ્યસ્થ ભાવ રાખી કેઇના ઉપર ક્રોધ કે કેઈની નિંદા કરતો નથી કે કોઈની પ્રશંસા કે સ્તુતિ કરતે નથી. એ બને સ્થિતિને પિતાની ઈષ્ટસાધનામાં વ્યાઘાત કરનારી સમજે છે અને એવી પારકી પંચાત કરવાની એને ફુરસદ ન હોઈ એ દુનિયાના વિચિત્ર બનાવ કે પ્રાણીઓનાં વિચિત્ર સ્વરૂપ તરફ ઉદાસીન રહે છે.
સાધારણત: પરની પ્રશંસા કે નિંદા રાગદ્વેષજન્ય જ હોય છે અને વિશિષ્ટ વિકાસના હેતુવાળાને એ અકર્તવ્ય જ હોય છે. એને બીજાની બાબતમાં નકામું માથું મારવું પસંદ જ હેતું નથી. એને નિરર્થક ટેળટપ્પા મારવા ગમતા નથી અને એને એમાં આનંદ આવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org