________________
૩૩૦
શ્રી શાંતસુધારસ
સંસાર ભાવનામાં એનાં અનેક નાટકો આપણે જોઈ ગયા છીએ. સ્વરૂપભિન્નતા તે એટલી છે કે લગભગ પ્રત્યેક પ્રાણુમાં તેનું વ્યક્તિત્વ જરૂર હોય છે. અને સ્વરૂપ ભિન્નતા સાથે પ્રત્યેકનાં કાર્યોમાં પણ વિવિધતા જોવામાં આવશે. કેઈ દાન આપનાર, સદાચારી, મિતભાષી, સાચી સલાહ આપનારા, પિતાની ફરજને ખ્યાલ કરનારા, જીવનને સારી રીતે વ્યતીત કરી વિકાસ સાધનારા જોવામાં આવશે અને કેાઈ ધમાલીઆ, તરંગી, અપ્તરંગી, દુરાચારી, રખડુ, નાદે ચઢી ગયેલા, વ્યસની, અપ્રમાણિક જીવન વહનારા જોવામાં આવશે.
બાહ્યસ્વરૂપ અને ચેષ્ટિતનાં વર્ણન કરવા બીનજરૂરી છે, એ દરરોજના અનુભવને વિષય છે.
સ્વરૂપપ્રાપ્તિ અને વર્તન કર્માધીન હોવાથી એને “મર્મભેદ ” કહેવામાં આવ્યા છે. મર્મ એટલે ઊંડાણ ભાગ. આ મર્મને ભાંગી નાખનાર કર્મો અનેક પ્રકારના નાચે કરાવી રહેલ છે. એને લઈને પ્રાણી સુરૂપ-કુપાદિ અનેક રૂપ લે છે અને શુભ અશુભ આચરણે–વર્તન કરે છે. કેઈ ખરા ગૃહસ્થ” અથવા “સાધુ જીવન” ગાળનારા જોવામાં આવે છે અને કઈ તદ્દન ખસી ગયેલા બદમાશે જેવા હોઈ પોતાનું સમગ્ર જીવન વેડફી નાખે છે.
આમાં પ્રશંસા કોની કરવી? અને રીસ પણ તેના ઉપર ચઢાવવી? જ્યાં જોઈએ ત્યાં કર્મનો પ્રભાવ એ દેખાય છે કે એનું વર્ણન કરવા બેસીએ તો ઉપમિતિ ભવપ્રપંચ કથા જેવી મેટી કથા લખવી પડે અને છતાં તેને છેડે તો કદી ન જ આવે. આખી રમત મંડાણી છે અને ચારે તરફ તુમુલ યુદ્ધ ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org