________________
માધ્યભાવના
૩૨૯
એ સર્વ નવાં કર્મોને અંગે વાતે હતી, પણ જે કર્મો અગાઉ પ્રાણીએ એકઠાં કર્યા હોય તે તો ભેગવવાં જ પડે.
कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ।
अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ કરેલા કર્મને ક્ષય કડો વર્ષો જાય તો પણ થતું નથી, એનાં–શુભ અશુભ કર્મોનાં સારાં ખરાબ ફળ અવશ્ય જ ભેગ- . વવાં પડે છે.” એક નિર્જરાની વાત બાદ કરતાં કર્મની વાત એવી છે કે એને ભેગવે જ છૂટકે, એનાથી નાસી છૂટાય તેમ નથી અને નિર્જરાની વાત તો ઘણું પારિભાષિક અને વિશેષણવતી છે જેને વિચાર નવમી ભાવનામાં કર્યો છે.
કમથી પ્રાણી અનેક ગતિમાં જાય છે, ત્યાં કર્મો એને ઈદ્ધિ આપે છે, ત્યાં એને ઓછું વધતું આયુષ્ય કર્મ આપે છે, ત્યાં એનાં શરીરનું બંધારણ, એની આકૃતિ, એનાં અંગપાંગ, એનાં રૂપ, વાણી, કીર્તિ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, તંદુરસ્તી, વ્યાધિગ્રસ્તતા, સૌભાગ્ય આદિ નાની-મેટી અનેક બાબતો પૂર્વોપાર્જિત કર્મોના વેગે પ્રાપ્ત થાય છે.
આથી લોકો જુદા જુદા સ્વરૂપમાં જોવામાં આવે છે. કોઈ મહેનત કરી થાકી જાય છતાં અપયશ પામે છે, કોઈ વગર મહેનતે કે અ૫ પ્રયાસે કીર્તિ વિસ્તારે છે, કોઈ ભાષણ કરવા ઊભો થાય તે લેકોને ખસવું ગમતું નથી અને કોઈ બાલવા ઉઠે ત્યાં લોકો ચાલવા માંડે છે, કેઈ રૂપવાન અને કોઈ કદરૂપા, કોઈ કાણુ, આંધળા, બહેરા કે જડબા બેસી ગયેલા, કોઈ યુવાન, મજબૂત અને પડદો પડે તેવા, કે નિરંતર દવા ખાવાવાળા દમલેલ તો કેઈ તદ્દન તંદુરસ્ત–આવા હજારો લાખે પ્રકારના માણસે–પ્રાણુઓ દુનિયામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org