________________
૩૨૬
શ્રી શાંતસુધારસ
ગોપને
રાયના બને
છે ત્યાં
. ઉદાસીનભાવ અમને સર્વદા પ્રિય છે, એ અમને બહુ ગમે છે, અમને તેનો વિચાર કરતાં પણ આનંદ આવે છે. એમ થાય છે તેનું કારણ શું ? આપણે એ ઉદાસીન ભાવને જરા પરિચય કરીએ.
એ ઉદાસીન ભાવ રાગદ્વેષરૂપ મહાઆકરા દુશ્મનોના રાધથી પ્રાપ્ત થાય છે. અહીં ઉદાસીનતાની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યું. રાગદ્વેષને તો આપણે આ વિચારણામાં સારી રીતે જાણી ચુક્યા છીએ. એ માહરાયના બન્ને પુત્ર છે અને એ આખા જગતને પોતાની મેરલી ઉપર નચાવે છે. એ જ્યાં સુધી પ્રાણી ઉપર સામ્રાજ્ય ભગવે છે ત્યાં સુધી પ્રાણ સંસારથી દૂર જઈ શકતા નથી અને એને દર વર્ણવતાં શ્રી યશોવિજયજી, મહારાજ કહે છે કે “વાબંધ પણ જસ બળ તૂટે રે, નેહતંતુથી તે નવિ છૂટે રે” એટલે પિતાની શક્તિથી વજબંધ–મહાઆકરા બંધનને તોડી નાખી શકે એવા બળી આ પ્રાણ સ્નેહના તાંતણાને તોડી શકતા નથી. આ આકરે રાગ સંસારમાં પ્રાણીને ખેંચી ખેંચીને રાખે છે. મોટા દેવો પણ એનું વશવતત્વ છેડી શક્યા નથી અને અષાઢાભૂતિ તથા નંદિષેણ જેવા મુનિએ પણ એને વશ પડી ગયા છે.
દ્વેષની કાળાશ તો મહાભયંકર છે. ચિત્તને ડાળી નાખનાર છે, પ્રબળ વિકાર કરાવનાર છે અને બીજા અનેક મનોવિકારોને જન્મ આપનાર છે. રાગદ્વેષમાંથી કષાયે ને નોકષાચે જન્મે છે અને એ અનેક રીતે પ્રાણ પર આક્રમણ કરી એને સંસાર વધારી મૂકે છે ને એના સાધ્ય-મેક્ષને દૂર ને દૂર રાખે છે. સાધ્યને પ્રાપ્ત થવા ન દેનાર આ રાગદ્વેષ પ્રાણીના ખરા આકરા દુશ્મનો એટલા માટે છે કે એ સાધ્યનું સામીગ પણ થવા દેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org