________________
માધ્યશ્ચભાવના
૩૨૭
એવા આકરા રાગદ્વેષરૂપ મહાભયંકર દુમનને રેધ કરવાથી ઉદાસીનતા જન્મ પામે છે. રાગદ્વેષને સંપૂર્ણ રાધ થાય તે સંપૂર્ણ ઉદાસીનતા આવે છે અને ઓછો વધતે થાય તો તે પ્રમાણમાં ઓછી વધતી આવે છે. રાગદ્વેષને રેધ એ સાધ્યપ્રાપ્તિનું સાધન છે. ઔદાસીન્ય એ રોધથી પ્રાપ્ત છે અને એ રોધ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેથી એ ઉદાસીનતાને ઓળખવા જતાં આપણું હાથમાં ઈષ્ટસિદ્ધિનું એક અનેરું સાધન પણ આવી જાય છે. આવા પ્રકારની ઉદાસીનતા છે તેથી તે અમને ખૂબ ઈષ્ટ છે.
રાગદ્વેષનો રેપ કેમ કરે? એ અત્ર મુખ્ય વિષય નથી. એના પ્રસંગે, સાધનો અને માર્ગે અગાઉ ચર્ચાઈ ગયા છે. અત્ર તેનો નિર્દેશ જ કરવાનો છે. આ ભાવનામાં એ જરૂર મળી આવશે. તે શેથી લેવાની સૂચના કરીને અહીં દાસી ના બે મોટાં ફળ બતાવીએ –
શ્રમથી થાકી ગયેલા, ચિંતાથી મુંઝાઈ ગયેલા, સંતાપના ભારથી દબાઈ ગયેલા પ્રાણીઓ આ ઉદાસીનતામાં આરામ મેળવે છે. સખ્ત ગરમીના સંતાપથી ગરમ ગરમ થઈ ગયા હોઈએ, માથે તડકો ધોમ ધખતો હોય અને ચારે તરફ ફાકા ઉડતા હોય ત્યારે નાની ઝુંપડીમાં નિર્મળ ઠંડું જળ મળે અને પગ લાંબા કરવા પથારી મળે ત્યારે જે આરામ થાય તે આરામ મોહજન્ય અનેકવિધ સંતાપોથી તપી ગયેલા ચેતનને ઉદાસીન ભાવમાં મળે છે. ૧૧૫ ડીગ્રીમાં ઉઘાડે પગે મુસાફરી કરનારને પાણીનું પરબ આવે ત્યારે જે આરામ મળે છે તે આરામ ચેતનને ઉદાસીનભાવ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org