________________
માધ્ય.શ્ચભાવના
૩૨૫
અને એકંદરે પરવશ છે. એના ઉપર ક્રોધ કરવો કે એની સામે થવાને પ્રયાસ કરવો એ તમારા જેવા ઉચ્ચ આદર્શ વાળાને ન ઘટે. એવે પ્રસંગે તમારે “ઉપેક્ષા કરી દેવી, તમારે એવા દુષ્ટ બુદ્ધિવાળા પ્રાણી તરફ બેદરકારી કરી દેવી અને જાણે તમે તેના દુષ્કૃત્ય તરફ ઉપેક્ષા ધરાવે છે એમ ધારી લેવું. આનું નામ ઉદાસીનતા અથવા માથ્થથ્ય કહેવાય.
ઉદાસીનતા”માં બેદરકારી અને છતાં અંતરને ખેદ એ પ્રાધાન્ય ભાવ છે. એમાં મનને ઊલટું વલણ આપવાનો પ્રયાસ કરવાને છે.
માધ્યચ્ચ માં મન તદ્દન સ્થિર થઈ જાય છે. દરિયાના તોફાન એમાં ન હોય. એ તો જાણે પિસ માસનું પાણી થઈ જાય. આમાં મનની સમતાનું પ્રાધાન્ય છે, છતાં આ આખી મનેદશામાં નિષ્ફરતા નથી, તિરસ્કાર નથી, નિષ્કાળજી નથી. પૂરતા પ્રયત્નોવડે અધ:પતિત પ્રાણને માર્ગ પર લઈ આવવાનું કર્યા છતાં તે ઊંચે ન આવે ત્યારે તેના પ્રત્યે કેવું વલણ ધારણ કરવું તેને લગતા માર્ગનું એમાં નિદર્શન છે. એમાં વ્યવસ્થિત ઉપેક્ષાબુદ્ધિ છતાં સ્વાર્થ, બેદરકારી કે અગ્ય ત્યાગ નથી. આ ભાવ આખી ભાવનાની વિચારણમાં જોવામાં આવશે.
આ ભાવનાને ઉદ્દેશ મુખ્યત્વે કરીને વિશાળ દષ્ટિ ખીલવવાને છે, કમપારતંત્ર્ય સમજાવવાનો છે અને રાગ-દ્વેષ ઉપર સંપૂર્ણ વિજય મેળવવાને છે.
આટલે ઉપઘાત કરી આપણે આ ઉદાસીનતા અથવા ઐદાસીન્યના નામથી પણ ઓળખાતી માધ્યમથ્ય’ તરીકે પ્રસિદ્ધ થયેલી અને ઉપેક્ષાના નામને પણ યોગ્ય રીતે ધારણ કરતી છેલ્લી ચોથી ચેગ ભાવનામાં પ્રવેશ કરીએ.
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org