________________
શ્રી•શાંતસુધારસ
બુદ્ધિવાળા પ્રાણીઓ હાય છે. એવા પ્રાણીઓને બનતી સલાહ આપવી, સાચા માર્ગ બતાવવા અને તેમને દુષ્ટ માર્ગથી દૂર કરાવવા બનતા પ્રયાસેા અનેક રીતે જરૂર કરવા, પણ એવા પ્રયાસમાં સિદ્ધિ ન થાય તેા શુ કરવુ ? એ પ્રશ્ન અહીં ઊભે થાય છે. અનેક પ્રકારના દુષ્ટ આચરણવાળા પ્રાણી તરફ આપણે કયા પ્રકારનું વલણ દાખવવું ઘટે ? એ ઉપસ્થિત થતા પ્રશ્નને અંગે આપણે, આપણા મનના ઊંડાણમાં ઉતરવું પડે.
૩૨૪
આપણે ઉદ્દેશ રાગદ્વેષ એછા કરી, સર્વથા અને ક્ષય કરી વીતરાગદશા પ્રાપ્ત કરવાના છે. આવા પ્રકારના વિકાસ સર્વથા ઇષ્ટ અને સાધ્ય છે એ ધારીને આપણે ચાલીએ છીએ.
વીતરાગદશા પ્રાપ્ત કરવાની ભાવનાવાળાને એ આદશે પહેાંચવા માટે પોતાની ભૂમિકા શુદ્ધ કરવી ઘટે. એ માટે એણે મનને શેાધવું પડે, સમાવું પડે, સાફ કરવું પડે.
મનમાં રાગદ્વેષની છાયાના પ્રસંગે આવે ત્યારે ચેતીને-ચાંકીને ઊભા રહેવાનુ છે. આપણી વિશ્વદયાને અંગે આપણે ઉપદેશ, સલાહ કે સૂચના કાઇ પ્રાણીને કરીએ તેને અનુસરવા તે અંધાયેલ છે ? કદાચ આપણા દૃષ્ટિબિન્દુમાં પણ સ્ખલના હાવાનેા સભવ ખરા કે નહિ ? અથવા એ તમારી સલાહ ન માને કે કદાચ તમારું અપમાન કરે તે પણ તમને શું? જો તમે તેની જેવા ઉપર ક્રોધ કરેા તા તમારા ઉપર જણાવેલા આદર્શ કયાં રહ્યો ? પછી તે તમે પણ નીચે ઉતરી જાઓ અને તેની બાજુમાં બેસી જાઓ.
આવે પ્રસગે મન પર સંયમ રાખવા એ જ કર્તવ્ય છે. વિચારવું કે પ્રાણી કર્મ વશ છે, કર્મના નચાવ્યા નાચનાર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org