________________
માધ્ય ધ્યભાવના
૩ર૩
કડાકા થયા. વાંદરો વધારે પ્રજવા લાગ્યું. સુઘરી દયા લાવી વધારે શિખામણ દેવા લાગી. વાંદરો બે–ાંડ, શુચિમુખિ! પંડિતમાનિની! ચૂપ રહે, નહિ તો ઘર વગરની કરી મૂકીશ.” સુઘરી ચૂપ રહી, પણ વળી ઠંડીને માર વધે અને વાંદરો ખૂબ ધ્રુજવા લાગ્યા એટલે સુઘરીએ વળી પાછો સારા વખતમાં ઘર બાંધી લેવાના ડહાપણ સંબંધી ઝાડ પર માળામાં બેઠા બેઠા ઉપદેશ આપે. વાંદરાથી હવે રહેવાયું નહિ. એણે જવાબમાં કહ્યું– ઘર બાંધવાની મારામાં શક્તિ નથી, પણ ઘર ભાંગવાની તો જરૂર છે.” એટલું બેલી બે–ચાર ગાળે વર્ષાવી, ફલાંગ મારી સુઘરીને માળો વીંખી નાખે.
આવા સંયોગે દુનિયામાં ખૂબ આવે છે. આપણે કોઈને સલાહ કે સૂચના આપીએ અને તે સમજે કે અનુસરે નહિ ત્યારે શું કરવું ? આ પ્રશ્નને નિર્ણય આ ભાવનામાં કરવાનો છે. બહુ વ્યવહારુ પણ ઉચ્ચ ભૂમિકાને આ સવાલ છે.
આ દુનિયામાં દષ્ટ બુદ્ધિવાળા પ્રાણીઓ અનેક હોય છે. જેના ઉપર તમે ઉપકાર કર્યો હોય તે સામે અપકાર કરનારા હોય છે. કેટલાક પૂન, મારામારી, તોફાનમાં રસ લેનારા હોય છે, કેટલાક પારકું ધન કે પરની મિલકત પચાવી પાડવામાં આનંદ લેનારા હોય છે, કઈ ચેર, કોઈ લુંટારા, કેઈ ઠગારા, કેઈ વિશ્વાસઘાતી, કોઈ ફાંસીઆ, કઈ દુરાચારી, કઈ પરસ્ત્રીમાં આસક્ત, કે મોડી રાત્રે રખડનારા, કેઈ દારુડીઆ, કઈ માયાવી, કઈ દંભી, કેઈ ક્રોધી, કોઈ જૂઠું બોલનારા, કોઈ લોભી, કેઈ અભિમાની, કોઈ નિદા કરનારા, કોઈ હિંસક, કઈ બીકણ, કોઈ ઈર્ષાળુ-વિગેરે વિગેરે અનેક પ્રકારે દુષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org