________________
માચચ્ચા–
પરિચય –
૪. (૨) મનોવૃત્તિના અતિ વિચારણીય પ્રદેશમાં આપણે હવે જઈએ છીએ. માનસવિદ્યાને જેટલું વધારે પરિચય કે અભ્યાસ હશે તેને આ ભાવનામાં તેટલા પ્રમાણમાં ઉપયોગ થશે.
આ સંસારમાં અનેક પ્રકારના પ્રાણીઓ હોય છે. કેટલાક પ્રાણીઓ તદ્દન ઊંધી ખોપરીના હોય છે. તેને સલાહ કે ઉપદેશ આપવામાં આવે તો તે માને તો નહિ, એટલું જ નહિ પણ ઉપદેશ આપનાર ઉપર ગુસ્સો કરે, ષ કરે અને શ્રેષને પરિણામે અપમાન, ગાલીપ્રદાન કે તેફાન પણ કરે.
પંચતંત્રમાં વાનર અને સુઘરીનું દષ્ટાન્ત પ્રસિદ્ધ છે. સુઘરીનો માળે બહુ વ્યવસ્થિત હોય છે. એનાથી ઘી પણ ગળી શકાય છે. ચોમાસામાં એ સુઘરી (પક્ષી વિશેષ) ઝાડ પર લટક્તા પિતાના માળામાં બેઠેલી હતી. વરસાદ ખુબ પડતો હતો, વીજળીના ઝબકારા થતા હતા અને વાદળને ગરવ થતું હતું. ત્યાં એક વાર તે ઝાડ નીચે આવ્યો અને ઠંડીથી દાંત કચકચાવવા અને શરીરે ધ્રુજવા લાગ્યું. પેલી સુઘરીને એ સ્થિતિમાં એને જોઈને દયા આવી એટલે બોલી:
ભાઈ ! તું મનુષ્યની આકૃતિવાળો દેખાય છે, ચતુર જણાય છે, તે ઉનાળામાં માળો કે–એવું રહેવાનું સ્થાન તેં તૈયાર કેમ ન કર્યું ?” વાંદરે કહે “ચૂપ પડી રહે, ગડબડ ન કર.” વળી એ વધારે પ્રજવા લાગ્યું, એટલે સુઘરી બોલી કે “ભાઈ ! આ ઉનાળે તેં આળસમાં શા માટે ગુમાવ્યું? ” વાંદરો ચીડાયે. એક બે ગાળ પડી દીધી. વળી વરસાદ વધ્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org