________________
૩૦૨
શ્રી શાંતસુધારેબ્સ
ખાસ આકર્ષક હાર્ટને એને વિચાર અહીં સક્ષેપમાં ટપકાવી લઇએ. આથી ચારે ભાવનાના ચગદષ્ટિએ ખ્યાલ પ્રાપ્ત થઇ જશે.
પ્રથમ પાદના ૩૩ મા સૂત્ર( પાત જળ યાગદન )નું અહીં અવતરણ કરીએ. એ સૂત્ર આ પ્રમાણે છે:
मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातः चित्तप्रसादनम् ॥ ३३ ॥
સૂત્રા—“ સુખી, દુ:ખી, પુણ્યવાન અને પાપી માસા ઉપર અનુક્રમે મૈત્રી, દયા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્ત પ્રસન્ન થાય છે.” આ સૂત્ર ઉપર સ્વામી બળરામ ઉદાસીનરચિત ટીકાનું ભાષાંતર કરતાં શ્રી ટાલાલ સવાઇલાલ વારા પૃ. ૯૯–૧૦૦ માં (પાત જળ દર્શન પ્રકાશ) જણાવે છે કે:(લંબાણુ ઉતારા છે તે પૂરા થશે ત્યાં નિર્દેશ કરવામાં આવશે ) જે પુરુષ સુખભેાગસંપન્ન-સુખો છે તેના પર મૈત્રીની ભાવના કરવી; જે પુરુષ દુઃખી છે તેના પર કૃપાની ભાવના કરવી; જે પુણ્યશાળી છે તેના પર મુદિતા( હર્ષ )ની ભાવના કરવી અર્થાત્ તેને જોઇ આનંદિત થવું અને જે પુરુષ પાપાચરણવાળા છે તેના ઉપર ઉપેક્ષા એટલે ઉદાસીનતાની ભાવના કરવી અર્થાત્
તેની સાથે ઉદાસીન ભાવથી વર્તવું.
એવી રીતે એ ચારે ભાવનાના અનુષ્ઠાનથી શુકલધર્મની ઉત્પત્તિ થાય છે અને ત્યારપછી ચિત્ત પ્રસન્ન થઈ જાય છે. તે પછી પ્રસન્ન થયેલું ચિત્ત એકાગ્રતા રૂપ સ્થિતિપદના લાભ મેળવે છે.
ભાવ એવા છે કે–રાગ, દ્વેષ, ઇર્ષ્યા, પારકા ઉપર અપકાર કરવાની ઈચ્છા, અસૂચા અને અમ નામના રાજસ, તામસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org